અધર્મી પુરૂષ ક્યારેય હંમેશના માટે સુખી થઇ શકતો નથી-જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી

  • August 09, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલ ચાતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં પૂજ્ય જગતગુ‚ મહારાજજીએ આશીર્વચન આપતા જણાવ્યું ગ્રહસ્થાશ્રમમાં પુત્રનું કર્તવ્ય છે કે માતા-પિતાની સેવા કરવી. 


માતા-પિતાની સેવા કરવાથી જે સુખ પ્રાપ્ત થાય તેનું નામ અલૌકિક સુખ છે. સ્વધર્મ એટલે કે કર્તવ્યનું પાલન કરવાથી જે સુખ પ્રાપ્ત થાય તેનું નામ અલૌકિક સુખ છે. સ્વયંની આત્માનું બોધ થઇ જવું અથવા આત્મતત્વને જાણી લેવું અથવા પરમાત્માબોધ થઇ જવો એ જ સમાધિ છે. પરિશ્રમમાં નિષ્ઠા, સ્વયંમાં શ્રઘ્ધા અને લક્ષમાં ભક્તિ રાખવાથી સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે.


 મનુષ્ય ઇચ્છાઓ ઉપર કાબુ રાખવું. કારણ કે જ્યારે ઇચ્છાઓ ધર્મ માર્ગથી પૂર્ણ ન થાય ત્યારે મનુષ્ય અર્ધમનો માર્ગ અપનાવે છે અને અધર્મી પુરૂષ ક્યારેય હંમેશ માટે સુખી થઇ શકાતો નથી. ક્ષણિક સુખ પ્રાપ્ત થાય પણ જેમ સુખ તેમ એનું પતન શરૂ થઇ જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application