જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં શિયાળાની ઋતુ દરમિયાન અનેક પક્ષીઓ વિવિધ દેશોમાંથી લાંબો પ્રવાસ કરીને આવે છે, ત્યારે આ વખતે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં અતિ દુર્લભ એવી માર્બલ્ડ ડક જોવા મળી છે, જેને માજી રાજવીએ સહમતિ આપી છે, અને ખુશાલી વ્યક્ત કરી છે.
જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન દેશ વિદેશથી અનેક પક્ષીઓ લાંબો પ્રભાસ ખેડીને રોકાવા આવે છે, અને અઢીથી ત્રણ મહિના સુધીના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં રોકાણ કરે છે. જે પૈકી પૈકી આ વખતે અતિ દુર્લભ એવું માર્બલ્ડ ડક પણ જામનગર જિલ્લામાં આવી છે, અને ખીજડીયા સેન્ચ્યુરીમાં જોવા મળી છે.
જે અંગે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાએ સહમતી આપી છે, અને ખુશાલી વ્યક્ત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે ૧૯૪૯ ની સાલમાં જામનગરના રણજીતસાગર તળાવમાં આવી હતી, અને અતિ દુર્લભ એવી માર્બલ ડક પાંચ ની ટુકડીમાં જોવા મળી હતી. અને જે ત્રણેક મહિના સુધી રણજીત સાગર તળાવમાં રોકાઈ હતી."
આ ઉપરાંત એક મહારાષ્ટ્રિયન વિદ્યાર્થી કે જેણે રાજકોટ યુનિવર્સિટીમાં બાયોલોજી ની પીએચડી ની ડીગ્રી મેળવી હતી, જેનો વિષય હતો કાંઠે માળો કરતા પક્ષીઓ, જે વિદ્યાર્થીએ ઓખાની આસપાસ એક માર્બલ્ડ ડકને જોઈ હતી. તેથી આ પક્ષી નવું નથી, પરંતુ તે જૂનું અને દુર્લભ છે. અને જામનગર જિલ્લામાં વિહાર કરીને આવે પણ છે. જોકે તે ભાગ્યે જ જોવા મળે છે. આટલા લાંબા વર્ષોના સમયગાળા પછી ખીજડીયા પક્ષી અભિયારણમાં આ ડક જોવા મળી છે, જે પક્ષી પ્રેમીઓ માટે ખુશીની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech