કુમુદવાડી ખાતે આવેલી હીરાની ઓફિસમાંથી કર્મચારીએ હીરા ઉઠાવી લીધા

  • January 04, 2023 05:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ઓફિસના મેનેજર રંગે હાથે ઝડપી બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી


ભાવનગર શહેરના બોર તળાવ વિસ્તારમાં આવેલ કુમુદ વાડી ખાતેના હીરાની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ કાચા હીરાની ચોરી કરી અન્ય એક શખ્સને આપી હલકી ગુણવત્તાવાળા હીરા ઓફિસમાં જમા કરાવી હોવાની કબુલાતના આધારે હીરાની ઓફિસના મેનેજર એ હીરાની ચોરી થઈ હોવાની બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તાર ખાતે આવેલા શાંતિનગર એક ખાતે રહેતા અને કુમુદ વાડી ખાતે આવેલી અખંડ આનંદ એક્સપોર્ટ નામની હીરાની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ દલસુખભાઈ પવાસીયા એ બોર તળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અખંડ આનંદ એક્સપોર્ટ નામની હીરાની ઓફિસમાં

છેલ્લા એક મહિનાથી એસોટીંગ તરીકે નોકરી કરતો વિશાલ બટુકભાઈ માથાસુરીયાએ કાચા હીરા કુલ ૧૪ કેરેટ ૦૬ સેન્ટ જેની અંદાજીત કિં૩,૫૬,૦૦૦ ના ચોરી કરી. જે ચોરી કરેલ કાચા હીરા કેવેલ રાઠોડને પરત વિશાલ બટુકભાઈ માથાસુરીયા ઓફિસ પર પહોચ્યો ત્યારે મેનેજરે અટકાવી તલાશી લેતા હલકી ગુણવતા વાળા કાચા હીરા મળી આવતા પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે બોરતળાવ વિસ્તાર ખાતે રહેતા કેવલ રાઠોડ ને આહીરા આપેલ છે અને અગાઉ પણ બે ત્રણ વખત હીરા આપેલ હોવાની પણ કબુલાત કરી હતી 


તદુપરાંત નોકરીના સમયગાળા દરમ્યાન આશરે ૧૦૦ કેરેટ જેટલા હીરા ની ચોરી કરી કરતા અખંડ આનંદ એક્સપોર્ટ નામની હીરાની ઓફિસમાં મેનેજર અલ્પેશભાઈ દલસુખભાઈ પવાસીયાએ બંને શખ્સો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application