ભાવનગર : રૂવા ગામે નજીવી બાબતે ત્રણ મિત્રો અને ચાર શખ્સો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

  • May 13, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રૂવાં ગામે પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત
ત્રણ મિત્રો સાથે આજ વિસ્તાર ખાતે રહેતા ચાર શખ્સો સાથે બોલા ચાલી થઈ જતાં મામલો બિચક્યો બંને પક્ષે ફરિયાદ નોંધાઇ

ભાવનગર શહેર થી થોડે દૂર આવેલા રૂવાં ગામે પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલિ થઈ જતા ચાર શખ્સો એ ત્રણ મિત્રો પર સશસ્ત્ર હુમલો કર્યો હતો આ હુમલામાં ત્રણેય મિત્રોને ઈજા થઈ હતી અને મોડી રાત્રે થયેલી માથાકૂટને કારણે રૂવા ગામમાં માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતા પોલીસના ધાડે ધાડા રુવા ગામ ખાતે પહોંચ્યા હતા અને મામલો થાળી પાડ્યો હતો જોકે આ બનાવ અંગે સમા પક્ષે પણ પણ પાંચ શખ્સો વિરુદ્ધ માર મર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રૂવા નાં એરપોર્ટ રોડ રૂવા પ્રાથમિક શાળા પાસે રહેતા શુભમભાઈ નટુભાઈ સોલંકી એ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે શુભમભાઈના મિત્ર રાહુલ તથા રવિને ગોળજીભાઈ સાથે તેના ઘર પાસે બેસવા બાબતે બોલાચાલી માથાકૂટ થઇ હતી જેથી તેના દિકરા શુભમ લાલજીભાઈ ખાસિયાએ શુભમભાઈ નટુભાઈ સોલંકીના મિત્ર રાહુલના ફોનમાં ફોન કરી તેને ધમકાવી ગાળો આપતા રાહુલે શુભમભાઈ નટુભાઈ સોલંકીના મિત્રને વાત કરતા રવી નથાભાઈ શુભમ ગલાભાઈ ને ફોનમાં બોલાલી થયેલ હોય

અંગેની દાઝ રાખી ગઇ કાલે તા.૧૨/૦૫/૨૦૨૩ ના રાત્રીના દસેક વાગે શુભમભાઈ નટુભાઈ સોલંકી  તથા તેના મિત્રો પંચાયત ઓફીસ ખાતે બેઠા હતા ત્યારે લાલજીભાઇ ખસીયા હાથમાં તલવર લઇને તથા તેનો દિકરો શુભમ હાથમાં છરી લઈ બંને તથા ગાલો ઉર્ફે લાલો તેના હાથમાં લોખંડનો પાઇપ લઇને તથા એક અજાણ્યો શખ્સ આવી શુભમભાઈ નટુભાઈ સોલંકીના મિત્રને તલવારનાં ઉપરા ઉપરી બે ઘા માથાના ભાગે મારી જીવલેણ ઈજે કરી લોખંડનો પાઈપ વડે મુઢ માર મારી તથા તેના હાથમાં તથા જમણા હાથની આંગળીમાં છરી વડે ઇજા કરી તથા લોખંડના પાઈપ વડે મુંઢ માર મારી તથા શુભમભાઈ નટુભાઈ સોલંકીના મિત્ર
રાહુલને માથાના ભાગે પાઇપ મારી મુંઢ ઇજા કરી તથા છરી વડે ગંભીર ઈજા કરી તથા શુભમભાઈ નટુભાઈ સોલંકી ને ડાબા પગમાં પાઇપ મારી ઇજા કરી શુભમભાઈ નટુભાઈ સોલંકના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે અજયભાઈ ખોડાભાઈ ખસિયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં રવીભાઈ,રાહુલભાઈ,શુભમ
મુકેશભાઈના બન્ને દીકરા,મુકેશભાઈના બન્ને દીકરા વિરુદ્ધ માર મર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application