મહાયજ્ઞ યોજવાના બહાને છેતરપીંડી આચર્યાની પોલીસમાં કરાતી અરજી

  • April 08, 2023 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના જોગવડ ખાતે રહેતા સામજી કરશનભાઇ ભટ્ટ નામના વૃઘ્ધે છેતરપીંડી અંગે કલોલના શખ્સ સામે પગલા લેવા પોલીસમાં રજુઆત કરી છે.


જેમાં જણાવ્યું છે કે અરજદારના કાકાના દિકરા મોહનભાઇ અમદાવાદ રહેતા હોય તેને કલોલ અંબીકાનગરના વિપ્ર શખ્સે શ્રાવણ મહિનામાં દ્વારકા ખાતે ૧૧૧૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવાની વાત કરી હતી, અને કોઇનો કોન્ટેક કરી આપવા જણાવ્યુ હતું આથી તેમણે અરજદારનો સંપર્ક સાઘ્યો હતો, એ પછી ખર્ચની વ્યવસ્થા પોતે કરી આપશે ધીમે ધીમે કામ શરૂ કરીએ મોટો ખર્ચ છે આ પ્રકારની વાતો અરજદારને કરી હતી.

​​​​​​​ એ પછી ૪.૫૦ લાખની કિંમતનો ચેક આપેલ અને એ પછી અન્ય બે-ત્રણ ચેક ભરેલા જે પૈકી ચેકના અંકમાં ફેરફાર જણાતા અને ચેક બાઉન્સ થયેલ એ પછી ભુદેવો પાસે ડીપોઝીટ લેવાની પોસ્ટ મુકી હતી તેમા અરજદારના મોબાઇલ અને ખાતા નંબર આપેલ હતા, ત્યારબાદ નંબર ખોટા છે તેમ કહી ચિટરે પોતાના ખાતામાં પૈસા નખાવી કૃત્ય આચરેલ અને ખંભાળીયામા પણ એક દુકાનદારને બુકનો ઓર્ડર આપીને પેમેન્ટ નહી ચુકવી પરેશાનીમાં મુકયા છે આમ ચિટર દ્વારા ચાલાકીપુર્વક છેતરપીંડી કરી છે અન્ય યજમાન-દાતાઓ છેતરાઇ નહીં એ માટે પોલીસને રજુઆત કરી તાકીદે પગલા લેવાની માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application