વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની સિદ્ધિ, છતાં અમિતાભ બચ્ચન થયા ગુસ્સે, જાણો શું છે કારણ

  • August 28, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન રમતગમતમાં ઊંડો રસ ધરાવે છે. ખાસ કરીને તેમણે ક્રિકેટ અને ફૂટબોલમાં વધુ રસ છે, પરંતુ તે અન્ય રમતોમાં પણ રસ લે છે. અમિતાભ બચ્ચને હાલમાં જ બુડાપેસ્ટ, હંગેરીમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટ ચેમ્પિયનશિપની  એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેઓ ફાઇનલમાં પહોંચવા બદલ ભારતના વખાણ કરી રહ્યા છે અને ભારત વિષે કઈ ન બોલવા પર  તેઓએ કોમેન્ટેટર્સ પર ટીપ્પણી પણ કરી છે.


અમિતાભ બચ્ચને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું એક ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વીટમાં આનંદે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવનાર ભારતીય યુવાનોની પ્રશંસા કરી છે. અમિતાભ બચ્ચને પણ આ જ પોસ્ટ પોતાના ટ્વિટર પર શેર કરી છે અને ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે બિગ બીએ લખ્યું- અને ભારત, જય હિંદ, સમગ્ર વિશ્વમાંથી ભારતને અભિનંદન. અને મેં હમણાં જ કોમેન્ટરી સાંભળી. જેમાં ક્વોલિફાય કરી અને બીજું સ્થાન મેળવ્યું છતાં ભારતીય ટીમ માટે એક પણ શબ્દ બોલાયો ન હતો. માત્ર ત્રીજા અને ચોથા નંબરની જ વાત થઈ.


ભારતે રિલે રેસમાં દરેકને હરાવીને 2:59:05માં રિલે પૂરી કરી અને બીજું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી મોહમ્મદ અનસ, મોહમ્મદ અજમલ, અમોજ જેકબ અને રાજેશ રમેશે આ પદ હાંસલ કરવા માટે મહેનત કરી હતી. યુએસએ 2:58:47 ના સમય સાથે પ્રથમ સ્થાને છે.


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application