વિવાદો વચ્ચે શાહરૂખે 'બિગ બોસ 16' અને 'ધ કપિલ શર્મા શો'માં પ્રમોશન માટે જવાનો કર્યો ઇનકાર

  • January 20, 2023 01:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2018માં 'ઝીરો' ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે શાહરૂખ ખાન 'પઠાણ' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આખી ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ આ વખતે SRKની પદ્ધતિ થોડી અલગ છે. તે ન તો કોઈ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ટરવ્યુ આપી રહ્યો છે અને ન તો કોઈ રિયાલિટી શોમાં જઈ રહ્યો છે. આ વખતે તે પોતે પોતાના ફેન્સને મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાઈ રહ્યો છે અને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેણે 'ધ કપિલ શર્મા શો'ની ટીમના શોમાં આવવાની ના પાડી દીધી હતી અને તેનો સલમાન ખાનના શો 'બિગ બોસ 16'ના સ્ટેજ પર જવાનો કોઈ ઈરાદો નથી.


ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પણ ફિલ્મ 'પઠાણ'નો એક ભાગ છે. આ ફિલ્મમાં તે ખાસ કેમિયો રોલમાં જોવા મળશે. એવી અટકળો હતી કે શાહરૂખ અને સલમાન રિયાલિટી શો 'બિગ બોસ 16'માં સાથે ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળશે. શાહરૂખ આ શોના એક એપિસોડમાં જોવા મળશે, જે આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થશે. પરંતુ સૂત્રો મુજબ  કહ્યું, 'શાહરૂખ ખાન બિગ બોસ શોમાં જઈ રહ્યો નથી. તે તેના પ્રેક્ષકો સુધી સીધા જ પહોંચવાનું પસંદ કરે છે.


સૂત્રએ એ પણ જણાવ્યું છે કે કપિલ શર્મા અને તેના શોની ટીમ વતી ઘણી વિનંતીઓ કરવામાં આવી હતી, પરંતુ શાહરૂખ ખાને નમ્રતાપૂર્વક તેનો ઇનકાર કર્યો હતો. 

પઠાણ ફિલ્મ પણ વિવાદોને કારણે ચર્ચામાં છે. તેના ગીત 'બેશરમ રંગ'ને લઈને ઘણો હોબાળો થયો હતો. જેમાં દીપિકા પાદુકોણના ડાન્સ મૂવ્સ અને તેની બિકીનીના રંગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત પણ કરી છે. #Pathaan છેલ્લા ઘણા દિવસોથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application