એન્જિનિયર્સની કમાલ, ખજૂરમાંથી ઉત્પન કરી વીજળી !

  • February 29, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએઇના ત્રણ એન્જિનિયરોએ એક ચમત્કાર કર્યો છે. તેમણે ખજૂરથી વીજળી બનાવી છે. આ ત્રણેય એન્જિનિયરોએ એક ખાસ ખજૂરનો ઉપયોગ કરી આ પ્રયોગ કર્યો હતો. આ ખજૂરની વિશેષતા એ છે કે તે કદમાં ખૂબ મોટા છે અને તાંબાની પ્લેટને મજબૂત રીતે પકડી રાખી શકે છે. આ પ્રક્રિયાનો હેતુ ખજૂરમાં હાજર કુદરતી શુગરને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરવાનો હતો.


અમીરાતી ઇજનેરો અને કલાકારોના એક ગ્રુપ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતા ખજૂર પરંપરાગત ખજૂર છે અને તે તેના ખાસ ગુણધર્મો માટે જાણીતી છે. આ શોધનો શ્રેય ત્રણ લોકોને જાય છે. તેમના નામ છે- ડૉ. અલ અત્તર, ઓમર અલ હમ્માદી અને મોહમ્મદ અલ હમ્માદી. આ ત્રણેયએ ખજૂરનો ઉપયોગ કરતા હતા.


ડૉ. અલ અત્તર, ઓમર અલ હમ્માદી અને મોહમ્મદ અલ હમ્માદીએ ખજૂરમાં જડેલી તાંબાની પ્લેટનો ઉપયોગ કર્યો હતો, જે વાહક ધાતુના તાર વડે જોડાયેલી હતી. મોડેલ માટે ૨૦ ખજૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાંબાની પ્લેટો ઇલેક્ટ્રોડ તરીકે કામ કરે છે જ્યારે ધાતુના વાયરો સર્કિટ પૂર્ણ કરે છે, જે સેટઅપને ઓછી માત્રામાં વીજળી ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે.


તેમના સર્જન પાછળની પ્રેરણા સમજાવતા, મોહમ્મદ અલ હમાદીએ કહ્યું કે સ્થાનિક આરબ સંસ્કૃતિમાં ખજૂરનું ખૂબ મહત્વ છે. જો કે, આજના ઝડપી વિશ્વમાં, તેમના મહત્વને અવગણવામાં આવે છે. આ પ્રયોગ કરવાનો વિચાર ખજૂરની પ્રતિભા દર્શાવવા માટે આવ્યો હતો. ત્રણેય લોકોએ સિક્કા આર્ટ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં તેમના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application