વિરાટ અને શમીની સાથે Disney+ Hotstarએ પણ બનાવ્યો મોટો રેકોર્ડ, કરી 41 હજાર કરોડની કમાણી

  • November 16, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રમાયેલલો ભારત અને ન્યુઝલેન્ડ વચ્ચેનો મેચ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. આ મેચમાં વિરાટે પોતાની 50મી સદી ફટકારી છે તો શમીએ 7 વિકેટ લીધી છે, આ સાથે તે ODI માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.


જો કે આ બંને ખેલાડીઓની સાથે Disney Hotstar એ પણ પોતાના નામે એક રેકોર્ડ કાયમ કર્યો છે. 


Disney + Hotstar પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી સેમિફાઇનલ મેચ જોનારા લોકોની સંખ્યા 53 મિલિયન એટલે કે 5.3 કરોડ સુધી પહોંચી ગઈ છે. 5 નવેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા મેચ દરમિયાન આ સંખ્યા 4.4 કરોડ હતી. આ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી લીગ મેચમાં નવો રેકોર્ડ બન્યો હતો. ત્યારે ફિફા વર્લ્ડ કપ ફાઈનલનો રેકોર્ડ તૂટી ગયો હતો.



એક તરફ વિરાટ કોહલી અને મોહમ્મદ શમીએ મુંબઈના ઐતિહાસિક મેદાન વાનખેડે પર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. બીજી તરફ 10 દિવસમાં ડિઝની હોટસ્ટારે વધુ એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. એટલું જ નહીં, જે રીતે વિરાટ, શ્રેયસ અય્યર અને મિશેલ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યા હતા. એ જ રીતે ડિઝની હોટસ્ટાર પર પણ પૈસાનો વરસાદ થયો હતો. આ મેચમાં બનેલા રેકોર્ડના કારણે ડિઝની હોટસ્ટારને 41 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. 


Disney+Hotstar એ 15 નવેમ્બરના રોજ નવો વૈશ્વિક લાઇવ સ્ટ્રીમિંગ વ્યૂઅરશિપ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ 10 દિવસ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન બન્યો હતો. બંને મેચમાં એક વાત કોમન હતી, વિરાટ કોહલીની સદી. 5 નવેમ્બરે કોલકાતાના સિટી ઓફ જોયના ઈડન ગાર્ડનમાં રમાયેલી લીગ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે વનડેમાં 49 સદીની બરાબરી કરી હતી. 15 નવેમ્બરના રોજ, વાનખેડે મેદાન પર, તેણે ન્યૂઝીલેન્ડ સામે તેની 50મી સદી ફટકારી અને ODIમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.



રેકોર્ડ વ્યૂઅરશિપને કારણે ડિઝનીના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો. બુધવારે શેર 3 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ લગભગ 4 ટકાના વધારા સાથે $94.57 પર પહોંચી ગયા હતા. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, કંપનીના શેર 3.14 ટકાના વધારા સાથે $93.93 પર બંધ થયા છે. ખાસ વાત એ છે કે જ્યારથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થયો છે ત્યારથી ડિઝનીના શેરમાં 19 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 4 ઓક્ટોબરે કંપનીના શેર 80 ડોલર પણ ન હતા. સ્પષ્ટ છે કે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપને કારણે ડિઝની હોટસ્ટારને ઘણો ફાયદો થયો છે.


ડિઝનીના શેરમાં વધારાને કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. થોડા કલાકોમાં, કંપનીના એમકેપમાં 5 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. આંકડાઓની વાત કરીએ તો એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ 162.195 બિલિયન ડોલર હતું. બુધવારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ બંધ થયું ત્યારે કંપનીનું માર્કેટ કેપ $167.289 બિલિયન હતું. આનો અર્થ એ થયો કે કંપનીએ ભારતીય રૂપિયામાં 41 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application