બાળ ગોપાલની સાથે કેદારનાથના પણ દર્શનનો મળશે લ્હાવો, રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આ ફ્લોટસે લોકોનું ધ્યાન કર્યું આકર્ષિત 

  • September 06, 2023 11:53 AM 


આવતીકાલે આઠમ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ.. રાજકોટમાં એક દિવસ અગાઉ જ સમગ્ર શહેરમાં જય શ્રી કૃષ્ણનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટ શહેર જાણે કે ગોકુળિયું બની ગયું તે પ્રકારે ગલીએ ગલીએ અને ચોકે ચોકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો તે છે શહેરમાં વિવિધ ફ્લોટસ.. આ દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો તે શહેરના ઇન્દિરા સર્કલ પર કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફ્લોટસ છે. છેલ્લા 27 વર્ષથી કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કેદારનાથ મહાદેવ મંદિરની થીમ પર ફ્લોટસ બનાવમાં આવ્યા છે. કૃષ્ણ જન્મોત્સવમાં રાજકોટવાસીઓ ઇન્દિરા સર્કલથી જ બાળ ગોપાલની સાથે મહાદેવના દર્શનનો પણ લહાવો લઈ શકશે. અંદાજે 1 મહિનાથી આ મંદિર બનાવવા પાછળ કાર્યકરોએ મહેનત કરી છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં દર્શન કરવા જાય એટલે એવું જ લાગે કે જાણે કેદારનાથ જ દર્શન કરવા ગયા હોય. આઠમના દિવસે અહીંયા જન્માષ્ટમી પર મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application