શહેરના મીટ-ચીકનની ૧૯ પેઢી સામે કેસ દાખલ કરવા મંજૂરી

  • January 24, 2023 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા મ્યુ. કમિશનરની સૂચનાથી ટાઉનહોલ, ત્રણબત્તી, જીજી સામે આવેલ ફરસાણ, મીઠાઈ, હોટલ, રેસ્ટોરંટ, ચાની હોટલોના ધંધાર્થીઓને નગર પાલિકાના એફએસઓએ ઈન્સપેકશન દ્વારા ચેકિંગ કરીને સ્વચ્છતા જાળવવા જણાવ્યું છે. બીજી તરફ શહેરના અલગ અલગ જગ્યાએ મીટ-ચીકન શોપની ૧૯ પેઢીની તપાસ કરી સ્થળ ઉપર રોજગામ કરી ૧૯ જેટલાં આસામીઓ સામે અધિક કલેકટર સમક્ષ કેસ દાખલ કરવા મંજૂરી મેળવા કાર્યવાહી કરવામાં આવી છે.


શહેરના ત્રણબત્તી વિસ્તાર અને ટાઉનહોલ વિસ્તારમાં રાધે શ્યામ હોટલ, હોટલ પ્રેસિડેન્ટ, એલેટ વેજ રેસ્ટોરન્ટ, હોટલ કલ્પના, હોટલ મદ્રાસ, આસનદાસ સ્વીટ, ભારત સ્ટોલની મુલાકાત લઈને અધિકારીઓએ સ્વચ્છતા જાળવવા અને ચાની ખાલી પ્યાલીઓ ડસ્ટબીનમાં નાખવાની સૂચના આપી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application