મુસ્લિમ પક્ષની અરજી ફગાવી જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

  • August 03, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું એફિડેવિટ - સર્વેક્ષણથી જ્ઞાનવાપી સંકુલને કોઈ નુકસાન થશે નહીં


વારાણસીના જ્ઞાનવાપીમાં ASI સર્વેને લઈને હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે સર્વે તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. કોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે.


મુસ્લિમ પક્ષનું માનવું હતું કે, સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.


21 જુલાઈએ, મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપીનો સર્વે કરવાના જિલ્લા અદાલતના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કરતાં કોર્ટે સમય ન આવે ત્યાં સુધી જ્ઞાનવાપીના ASI સર્વેને પણ સ્ટે આપ્યો હતો. સુનાવણી દરમિયાન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે એફિડેવિટ આપ્યું હતું કે સર્વેક્ષણથી જ્ઞાનવાપી સંકુલને કોઈ નુકસાન થશે નહીં.



અત્યાધુનિક ટેક્નોલોજીનો થશે ઉપયોગ 

એડિશનલ સોલિસિટર જનરલ શશિ પ્રકાશ સિંહે આ સંદર્ભમાં દાખલ કરાયેલ એફિડેવિટને ટાંકીને આ ટિપ્પણી કરી હતી કે, વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મસ્જિદ વતી દલીલ કરતા, વરિષ્ઠ વકીલ એસએફએ નકવી અને પુનીત ગુપ્તાએ, એએસઆઈની ટીમ કુહાડી- ફાવડા સાથે આવી હોવાનો સામે આવતા ઐતિહાસિક બાંધકામને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application