આલિયા ભટ્ટની સૌતેલી બહેનને ૧૬ વર્ષની વયેથી જ લાગી હતી દારૂની લત !

  • January 03, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂજા ભટ્ટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, એક અભિનેત્રી હોવા ઉપરાંત, પૂજા ભટ્ટ એક નિર્દેશક અને નિર્માતા પણ છે. જો કે, પૂજા ભટ્ટ તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે 17 વર્ષની ઉંમરે પૂજા ભટ્ટે ફિલ્મોમાં પગ મૂક્યો હતો અને 16 વર્ષની ઉંમરથી જ તેણીને દારૂની લત લાગી ગઈ હતી. વર્ષ 1989માં પિતા મહેશ ભટ્ટની ફિલ્મ 'ડેડી'થી ડેબ્યૂ કરનાર પૂજા ભટ્ટ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર ન્યૂ ફેસ ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો.


પૂજા ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટની પુત્રી છે. કિરણ સાથે છૂટાછેડા લીધા બાદ મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા હતા, આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ સોની રાઝદાનની પુત્રીઓ છે. સાવકી બહેન હોવા છતાં પૂજાનો તેની બહેનો સાથે સારો સંબંધ છે. પૂજા ઘણીવાર તેની બંને બહેનો સાથે તસવીરો શેર કરતી જોવા મળે છે. પૂજાએ મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા પણ 11 વર્ષ બાદ આખરે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.


સૂત્રો અનુસાર એવું પણ કહેવાય છે કે 16 વર્ષની ઉંમરથી પૂજાને દારૂ પીવાની ખરાબ આદત હતી. વર્ષ 2016માં પૂજાએ નિર્ણય કર્યો હતો કે હવે તેણી દારૂ નહિ પીવે, એટલું જ તેણે આ વ્યસન છોડવાની વાત ખુલ્લેઆમ કહી હતી. કહેવાય છે કે ખાસ મિત્રના મૃત્યુ બાદ પૂજાએ વધુ દારૂ પીવાનું શરૂ કર્યું હતું. જો કે, હવે તેના પિતાના કહેવા પર, તેણે તેને છોડવાનો નિર્ણય કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application