નેશનલ એવોર્ડ લેવા ખાસ આઉટફીટમાં પહોંચી આલિયા, પોતાના લગ્નની યાદો કરી તાજા

  • October 17, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અભિનેત્રી આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આલિયા ભટ્ટને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે. આલિયા એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી છે. આ દરમિયાન તેનો લુક ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. આલિયાએ આ ખાસ પ્રસંગ માટે એક ખાસ આઉટફિટ પસંદ કર્યો છે. આલિયા તેના વેડિંગ ડ્રેસ પહેરીને નેશનલ એવોર્ડ લેવા આવી છે.


આલિયાએ આ સાડી તેણે તેના લગ્નમાં પહેરી હતી. જે સબ્યસાચીએ ડિઝાઇન કરી હતી. નેશનલ એવોર્ડ લેવા આવેલી આલિયાએ ચોકર નેકલેસ અને સ્ટડ ઈયરિંગ્સ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. તેણે લાલ રંગની બિંદી લગાવી છે. આ ઉપરાંત આલિયાએ તેના વાળમાં સફેદ ગુલાબ પણ લગાવ્યા છે, જે તેના લુકને નિખારી રહ્યાં છે.


આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં રણબીર કપૂર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. બ્લેક શેડ્સમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ 5 મુખ્ય કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. ચાહકોએ પણ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો. આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી, વિજય રાજ, અજય દેવગન, જિમ સરભ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.


આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી કૃતિ સેનનને પણ મિમી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળી રહ્યો છે. કૃતિની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application