મેટાની પોપ્યુલર એપ વોટ્સએપમાં એક મહત્વનું અપડેટ આવ્યું છે. WhatsAppએ તેની લેટેસ્ટ સિસ્ટમ રિકવાયરમેન્ટ્સમાં ફેરફાર કર્યો છે, જે જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોને અસર કરશે. અહેવાલ મુજબ, સેમસંગ, મોટોરોલા, હુવેઇ, સોની, એલજી અને એપલ જેવી બ્રાન્ડના 35 મોબાઇલ ફોન હવે WhatsApp અપડેટ્સ અથવા સિક્યોરીટી પેચ નહીં પ્રોવાઈડ કરે.
વોટ્સએપના આ પગલાનો હેતુ એપના પ્રદર્શન અને સુરક્ષાને વધારવાનો છે, પરંતુ અપડેટ પછી, કેટલાક લોકોએ ફોન પર આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે નહીં. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે તેમણે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.
ઘણા લોકપ્રિય મોડલ એવા સ્માર્ટફોનની યાદીમાં સામેલ છે જેના પર WhatsApp નહીં ચાલે. Galaxy Note 3, Galaxy S3 Mini અને Galaxy S4 Mini જેવા સેમસંગ ફોન. મોટોરોલાનો મોટો જી અને મોટો, Appleના મોડલ જેમ કે iPhone 6 અને iPhone SE માં પણ હવે એપ સપોર્ટ નહીં કરે. Huawei, Lenovo, Sony અને LGના ઘણા મોડલ પણ આમાં શામેલ છે.
સેમસંગ ગેલેક્સી એસ પ્લસ, સેમસંગ ગેલેક્સી એક્સપ્રેસ 2, Samsung Galaxy S3 Mini, સેમસંગ ગેલેક્સી એસ4 એક્ટિવ, Samsung Galaxy S4 Mini, Samsung Galaxy S4 Zoomનો પણ આમાં સમાવેશ થાય છે.
WhatsAppએ લોકોને લેટેસ્ટ સિક્યોરીટી ફેસેલીટીઝ આપવા અને એપ્લિકેશનની સરળ કામગીરીની ખાતરી કરવા માટે એપ્લિકેશનને અપડેટ કરી છે. WhatsApp માત્ર Android 5.0 અથવા તે પછીના વર્ઝન પર ચાલતા ડિવાઇસ અને iOS 12 અથવા તે પછીના વર્ઝનવાળા iPhoneને સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે આના કરતાં જૂની સિસ્ટમ પર ચાલતો કોઈપણ ફોન હવે મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech