વિકસિત દેશોની સરખામણીમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં દારૂ પીવાનું ચલણ વધ્યું 

  • August 02, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકસિત દેશોમાં દારૂ પીવાનું ચલણ ઘટી રહ્યું છે તો સામે ભારત જેવા વિકાસશીલ દેશોમાં દારૂ પીવાનું ચલણ વધ્યું છે.વિકસિત દેશોમાં મોટા ભાગે યુવા વર્ગમાં દારૂ પીવાનું ચલણ ઘટ્યું છે.જર્મની, કેનેડા, યુરોપના આંકડા મુજબ દારૂ હવે ચીલ કરવાની વસ્તુ નથી. સ્વાસ્થ્યની સાથે સોશિયલ સ્ટેટ્સને ખરાબ કરનારું માનવામાં લાગ્યા છે.


જર્મનીનું નામ યુરોપમાં સૌથી વધુ દારૂ પીવાના દેશોમાં ગણવામાં આવે છે. પરંતુ જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં દારૂનો વપરાશ 2.9 ટકા ઘટીને 4.2 અબજ લિટર થયો છે. આમાં પણ સ્થાનિક દારૂના વપરાશમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે કુલ વપરાશના 82 ટકા જેટલો છે. નિકાસમાં પણ 0.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં આ ઘટાડો 12.2 છે. જર્મનીમાં છેલ્લા 10 વર્ષમાં 12.2 ટકા દારૂનું ચલણ ઘટ્યું જયારે ભારતમાં 8.86 ટકા વધ્યું છે અને કેનેડામાં પણ 1.2 ટકા દારૂ પીવાનું ચલણ અવ્ધ્યું છે.


ભારતમાં સૌથી ઝડપથી વિકસતું બજાર
જ્યારે યુરોપ અને પશ્ચિમી દેશોમાં ઓછુ દારૂ પીવાનું વલણ છે ત્યારે ભારત આલ્કોહોલિક પીણાં માટે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. સ્ટેટિસ્ટાના અભ્યાસ મુજબ ભારતમાં આલ્કોહોલિક પીણાંનું બજાર 2022 અને 2025 વચ્ચે 8.86 ટકાના દરે વૃદ્ધિ પામશે.


આ પહેલા માર્ચ 2023 માં કેનેડિયન ડેટાએ પણ જાહેર કર્યું હતું કે અહીં એક દાયકામાં દારૂના વપરાશમાં 1.2 ટકાનો ઘટાડો થયો છે. જે 1949 પછીનો સૌથી મોટો ઘટાડો છે. વાઇનના વપરાશમાં મહત્તમ ઘટાડો 4 ટકા નોંધાયો હતો. છેલ્લા દાયકા પહેલાની સરખામણીએ અહીં પણ બીયર માર્કેટમાં 8.8 ટકાનો ઘટાડો થયો છે. તેમના બજાર હિસ્સાની ભરપાઈ ફળોના રસની બીયર શ્રેણી દ્વારા કરવામાં આવી છે.


યુવાનોમાં દારૂ પીવાનું ચલણ ઘટી રહ્યું છે
જર્મન સેન્ટર ફોર હેલ્થ એજ્યુકેશન 2004 થી બેન્જ ડ્રિંકિંગ પર સર્વે કરી રહ્યું છે. ઓછામાં ઓછા પાંચ ડ્રિંક્સનું સેવન કરવું એ બેન્જ ડ્રિન્કિંગ કહેવાય છે. સર્વે મુજબ 12 થી 25 વર્ષની વયજૂથમાં દારૂનું સેવન ઘટી રહ્યું છે. 2004માં જ્યાં 12 થી 17 વર્ષની વયના 21 ટકા લોકો દારૂ પીતા હતા. 2021માં આ આંકડો ઘટીને 9 ટકા થયો. 


દારૂનું ચલણ ઘટવાનું કારણ 
પહેલું કારણ અભ્યાસ અનુસાર સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો માટે પોતાની જાત પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ બની રહ્યું છે. કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દારૂના નશામાં ધુત હોય એ મુજબ જોવા માંગતું નથી તેથી તેઓ નિયંત્રણમાં રહેવા માટે ઓછુ દારૂ પીતા હોય છે.બીજું કારણ કોરોના રોગચાળા પછી આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. ઘણા અભ્યાસો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓછી માત્રામાં દારૂ પણ હાનિકારક છે. દારૂને હવે ઠંડા પીણા માનવાનું વલણ ઘટી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application