અખિલેશના કાફલાને નડ્યો અકસ્માત, ચાર ગાડી એક સાથે અથડાઈ 4 ગંભીર રીતે ઘાયલ

  • February 04, 2023 01:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વસીએમ અખિલેશ યાદવ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપીના હરદોઈમાં તેમની કારના કાફલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારથી વધુ વાહનો અથડાતા ભારે નુકસાન થયું હતું, સાથે જ અનેક લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવ અહીં હરપાલપુરના બૈથાપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન મલ્લાવા બિલગ્રામ રોડના ખેમીપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, અચાનક રસ્તાની સામે કંઈક આવી ગયું હતું. જેના કારણે એક વાહને બ્રેક લગાવી હતી અને તેની સાથે અન્ય વાહન એકબીજા સાથે અથડાયા હતા. જોકે અકસ્માતથી અખિલેશની કારને કોઈ નુકસાન થયું નથી. તેમની પાછળના  વાહનો એકબીજા સાથે અથડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application