અખિલેશ યાદવની જાહેરાત, કોંગ્રેસ અને સપાનું ગઠબંધન ફાઈનલ, આ સીટો પર ચુંટણી લડશે કોંગ્રેસ

  • February 21, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ઇન્ડિયા અલાયન્સમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિપક્ષી સહયોગી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ એકસાથે આવીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે અટકળોનો અંત લાવીને આજે સ્પષ્ટ કહ્યું કે યુપીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નિશ્ચિત છે. બધું સારું છે જેનો અંત સારી રીતે થશે. બંને પક્ષો વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ગઠબંધન અને સીટ વહેંચણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.


સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટતા કરી કે સપાનો કોંગ્રેસ સાથે કોઈ વિવાદ નથી. બેઠકોને લઈને વાતચીત ચાલી રહી હતી, જેના પર પરસ્પર સમજૂતી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીમાં ગઠબંધન ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસને 17 સીટો ઓફર કરવામાં આવી છે. આખરી જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે.


ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે જે 17 બેઠકો નક્કી કરવામાં આવી રહી છે તેમાં અમરોહા, ઝાંસી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, સીતાપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, દેવરિયા, બારાબંકી., ગાઝિયાબાદ અને  મથુરાનો સમાવેશ થાય છે.


સૂત્રો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ 3 સીટો મુરાદાબાદ, બલિયા અને બિજનૌર પર વાતચીત અટકી હતી. અખિલેશ યાદવે અત્યાર સુધી 31 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. એક દિવસ પહેલા જ ગઠબંધન તૂટવાના સમાચાર પર ડિમ્પલ યાદવે કહ્યું હતું કે હજુ પણ વાતચીત ચાલી રહી છે. જો ગઠબંધન નક્કી થશે તો તેની જાણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application