આજી-ન્યારી ઓવરફ્લો પણ તેનું પાણી છ માસ ચાલે તેટલું ! નર્મદાની જરૂર રહેશે જ

  • July 25, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માટે આજી-૧માં ૨૪ ઓક્ટોબર, ન્યારી-૧માં ૩૧ જાન્યુઆરી અને ભાદર-૧માં ૨૧ જુલાઇ ૨૦૨૫ સુધીનું પાણી આવ્યું




રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યા હોય હવે જળાશયોનું પાણી પુરૂ પડતું નથી, ડેમ ઓવરફ્લો થયા પછી પણ નર્મદાનીરની જરૂરિયાત તો રહે જ છે. આજી-ન્યારી ઓવરફ્લો પણ તેનું પાણી તો છ માસ ચાલે તેટલું જ છે, નર્મદાની જરૂર યથાવત રહેશે જ. વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરની દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આજી-૧માં ૨૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે. જ્યારે ન્યારી-૧માં ૩૧-૧-૨૦૨૪ સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે. જ્યારે ભાદર-૧માં ૨૧-૭-૨૦૨૫ સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે પણ તેમાંથી દરરોજ ૪૫ એમએલથી વધુ પાણી ઉપાડી શકાતું નથી.



ઉપરોક્ત સ્થિતિ જોતા જો પાઇપલાઇનથી મળતું નર્મદાનીર અને સૌની યોજના હેઠળ સીધું ડેમમાં ઠલવાતું નર્મદા નીર ન મળે તો રાજકોટમાં ભૂતકાળ બનેલો પાણી પ્રશ્ન ફરી વર્તમાનમાં બની જાય તેમ છે.


રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોની આજની સ્થિતિ

ભાદર-૧- ઓવરફ્લો, ૨૪ દરવાજા ખુલા

આજી-૧- ગઇકાલથી સતત ઓવરફ્લો

ન્યારી-૧- ઓવરફ્લો, એક દરવાજો ખુલો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application