અમદાવાદ : ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી

  • March 13, 2023 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ડ્રો રહી હતી. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં સમગ્ર 5 દિવસમાં માત્ર 22 વિકેટ પડી હતી. આવી સ્થિતિમાં, 5મા દિવસની રમત સમાપ્ત થવાના એક કલાક પહેલા, આ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. આ સાથે ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી વખત આ ટ્રોફી પર કબજો કર્યો છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની આ છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજા (180) અને કેમરૂન ગ્રીન (114)ની સદીની મદદથી કાંગારૂ ટીમે અહીં 480 રન બનાવ્યા હતા. અહીં સ્ટીવ સ્મિથ (38), ટ્રેવિસ હેડ (32), ટોડ મર્ફી (41) અને નાથન લિયોને (34) પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી આર અશ્વિને આ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. અહીં શમીને બે અને જાડેજા અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાના આ મોટા સ્કોરનો જવાબ ભારતીય બેટ્સમેનોએ પણ આપ્યો. શુભમન ગિલ (128) અને વિરાટ કોહલી (186)એ સદી ફટકારી હતી. અક્ષર પટેલ (79), એસકે ભરત (44), ચેતેશ્વર પુજારા (42) અને રોહિત શર્મા (35)એ મહત્વની ઇનિંગ્સ રમી હતી. ભારતીય બેટ્સમેનોએ 571 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને પ્રથમ દાવના આધારે 91 રનની લીડ મેળવી હતી. અહીં ઓસ્ટ્રેલિયાની સ્પિન જોડી નાથન લિયોન અને ટોડ મર્ફીને 3-3 વિકેટ મળી હતી. સ્ટાર્ક અને કાહનેમેનને પણ 1-1 વિકેટ મળી હતી.

મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની 10 વિકેટ લેવાની જરૂર હતી પરંતુ કાંગારુ બેટ્સમેનો પિચ પર અટકી ગયા હતા અને માત્ર બે વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 175 રન હતો ત્યારે જ અમ્પાયરે મેચને ડ્રો જાહેર કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application