અમદાવાદ : નમો સ્ટેડીયમમાં રમાઈ રહેલા મેચ બાબતે ખાલીસ્તાન તરફથી ધમકી આપનાર પાસેથી મળ્યા 180 સીમ કાર્ડ

  • March 14, 2023 11:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં રમાયેલી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો પહોચ્યા  હતા. આ દરમિયાન ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો પ્રિરેકોર્ડડ મેસેજ કરી ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો હતો. 

ત્યારે ખાલીસ્તાની દ્વારા ધમકી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ JCP પ્રેમવીર સિંગનું નિવેદન સામે આવ્યું છે. JCPએ કહ્યું કે, 8 અને 9 માર્ચના રોજ પ્રિ-રેકોર્ડ મેસેજ આવ્યા હતા આ મેસેજ મધ્યપ્રદેશથી આવ્યા હતા. આરોપીએ ધમકી ભર્યો મેસેજ કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ મામલે સતના ટાઉનથી એક ટેલિફોન એક્સચેન્જ મળી આવ્યું હતું. જ્યાંથી નરેન્દ્ર અને રાહુલ નામના 2 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અન્ય એક આરોપી ગુરુપતવન સિંગ સાથે આરોપીના કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી છે. ધરપકડ થયેલો રાહુલ નામનો આરોપી ટેક્નિકલનો માસ્ટર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 1 વર્ષથી આ કૃત્ય કરી રહ્યા હતાં. આરોપીઓ VOIP કોલને એક્સચેન્જ કરીને પ્રિ-રેકોર્ડ કરતા હતા. મધ્યપ્રદેશના 2 મકાન ભાડે રાખીને આરોપી મેસેજ કરતા હતા. UAPA અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી 11 ટેલિફોન એક્સચેન્જ અને 180 સિમકાર્ડ મળ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application