અમદાવાદ આવારા તત્વો બેફામ..કાફેમાં દારૂ પીતા રોક્યા તો અસામાજિક તત્વોએ કર્યું ફાયરિંગ ,CCTV આવ્યા સામે

  • February 04, 2023 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ આવારા તત્વો બેફામ..કાફેમાં દારૂ પીતા રોક્યા તો અસામાજિક તત્વોએ કર્યું ફાયરિંગ 


અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો બેફામ બન્યા છે. એસપી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કાફેમાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે. જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પણ ઝડપી લીધા છે. અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલું કાફે જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડોબની ગયો હોય તેવું લાગે છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની હકીકત કંઈક આવી છે કે રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને દારૂ પી રહ્યા હતા.જો કે કાફે પર હાજર લોકોએ તેઓને અહીં દારૂ પીવાની ના પાડી તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સિક્યુરિટી સાથે બોલાચાલી કરતા સમગ્ર ઘટનાની જાણ કાફે માલિકને થઈ હતી. જેથી કાફે માલિક પણ ત્યાં પહોંચ્યા હતા તે સમયે આ યુવકોએ તેમની સાથે પણ બોલાચાલી કરી મારામારી કરી હતી. જોકે તમામ ઘટનાના સીસીટીવી પણ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ સંયોગીક પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી હતી. 


કાફે પર આવેલા ગ્રાહકો વચ્ચે પડતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ચારેક વાગ્યાની આસપાસ કાફે બંધ કરીને માલિક ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બે ફોરચુનર કારમાં 10થી વધુ વ્યક્તિઓ આવ્યા હતા અને ફોરચુનર કારથી કાફેનો દરવાજો તોડી હાથમાં લાકડી, બેઝ બોલ જેવા હથિયારો સાથે અંદર ઘૂસી ગયા હતા અને કાફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા તેમજ તોડફોડ કરવા લાગ્યા હતા. અને મુખ્ય આરોપી એવા વિશ્વનાથ રઘુવંશી એક રાઉન્ડ ફાયરિંગ જ્યારે અન્ય આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી. પોલીસને જાન થતાં જ તેઓ ઘટના સ્થળે પહોચ્યા અને CCTVની મદદથી  પ્લોસે આરોપીઓની ધરપકડ કરી. અને બંને પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશ્વનાથના પિતા સિક્યુરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application