લોકસભા ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવાના ઈલેક્શન કમીશનના સતત પ્રયાસ : પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ કરાયા બરતરફ
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.
લોકસભાની તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આયોગ લોકસભા ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ્ય સાથે સતત પગલાં લઈ રહ્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે. ઈલેક્શન કમિશને પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા.
આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જીએડી સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે. 16 માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારો તેમના એપિક નંબર પરથી બૂથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. આ સાથે 10 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે ચાર રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાત સહીત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. આ સાથે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે. ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થશે. આ સાથે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે. પાંચમા તબક્કામાં 20 મેના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે. આ સાથે, વધુ ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. આ તબક્કા સાથે વધુ બે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થશે. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. આ સાથે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech