રુમેટોઇડ આર્થરાઈટિસ (સંધિવા) એ સાંધા સંબંધિત ઓટો ઈમ્યુનલ બીમારી છે. ઓટો ઈમ્યુનલ બીમારી એટલે શરીર તેના ઈમ્યુંનલ સિસ્ટમાં અને શરીરના હેલ્ધી સેલ્સને ક્ષતિ પહોચાડે છે. જેના કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થવા લાગે છે અને તે અનેક રોગોનો શિકાર બને છે.
સંધિવા એ વધતી ઉંમર સાથે થાય છે, ત્યારે રુમેટોઇડ આર્થરાઈટિસ કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેના લક્ષણોને જેટલી જલ્દી ઓળખવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે તેટલું સારું. પુરૂષો કરતાં સ્ત્રીઓ આ રોગનો વધુ શિકાર બને છે. તે 15 થી 45 વર્ષની વચ્ચે પ્રજનન વયમાં થવાની શક્યતા વધુ છે. રુમેટોઈડ આર્થરાઈટિસ માત્ર સાંધાઓને જ અસર કરતું નથી, પરંતુ આ સમસ્યાની અસર ત્વચા, આંખો, ફેફસાં, હૃદય અને રક્તવાહિનીઓ પર પણ જોવા મળે છે. ચાલવામાં તકલીફની સાથે હાડકાં તૂટવાનું જોખમ પણ રહે છે.
આ કારણોસર રુમેટોઇડ આર્થરાઈટિસનું જોખમ વધી શકે છે
લિંગ - સ્ત્રીઓમાં આર્થરાઈટિસનો શિકાર થવાની શક્યતા વધુ હોય છે, કારણ કે આ રોગ થવા માટે હોર્મોનલ ફેરફારો પણ જવાબદાર હોય છે, જેના કારણે તે સ્ત્રીઓને વધુ અસર કરે છે.
ધૂમ્રપાન - વધુ પડતી સિગારેટ અને આલ્કોહોલનું સેવન માત્ર કેન્સરનું જોખમ જ નથી વધારતું, પરંતુ તેનાથી આર્થરાઈટિસ પણ થઈ શકે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો પરિસ્થિતિ ગંભીર બની જાય છે અને રોગનો ઇલાજ કરવો ખૂબ મુશ્કેલ છે.
સ્થૂળતા - સતત વધતું વજન એ પણ રુમેટોઇડ આર્થરાઈટિસ માટેનું મુખ્ય કારણ છે. તેથી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો કે વજન વધવાથી ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ પણ થઈ શકે છે.
આનુવંશિક - કેટલાક લોકોમાં ચોક્કસ જનીનો હોય છે જે સંધિવાનું જોખમ વધારે છે.
રુમેટોઇડ આર્થરાઈટિસના લક્ષણો
- હાથના સાંધા, ખાસ કરીને આંગળીઓમાં દુખાવો અને સોજો
- પગના સાંધા, પગની ઘૂંટી, ઘૂંટણમાં દુખાવો
- તાવ
- નબળાઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech