ફરી NSUIનો ફી વધારા મુદ્દે વિરોધ : FRC કચેરીએ સૂત્રોચ્ચાર

  • June 30, 2023 01:12 PM 


રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની ફી નિયંત્રણ કરવા માટે FRCની રચના કરવામાં આવી હતી અને FRCની મંજૂરી વગર એક પણ સ્કૂલ ફી વધારો કરી શકે નહીં. જ્યારે રાજકોટમાં ઘણી બધી સ્કૂલો એવી છે જેની ફી હજુ FRC કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી નથી. તેમ છતાં તે 30થી 35 ટકા ફી વધારો કરી વાલીઓ પાસેથી ઉઘરાણા કરી રહી છે. દિવસેને દિવસે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની દાદાગીરી સામે આવી રહી છે આવી જ એક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના ફી વધારો કરી દીધો છે ત્યારે NSUI દ્વારા માંગ કરાઈ છે કે, FRC કમિટી દ્વારા એક પરિપત્ર કરવામાં આવે કે FRCની મંજૂરી વગર એક પણ સ્કૂલ ફી વધારો કરી શકશે નહી. 


FRCની કમિટી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે ત્યારે આ કમિટી દ્વારા ફી વધારા મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓનું હીત ધ્યાનમાં લેવામાં આવે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આ કમિટી સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકના હિત માટે કામગીરી કરી રહી છે. સ્કૂલો દર વર્ષે ફીમાં વધારો કરે છે તેથી FRC કમિટી પાસે NSUIએ માંગણી કરી છે કે, રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જે ફી ઉઘરાવી રહી છે તેની ખરાઈ કરી વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application