Blinkit, જે 10 મિનિટમાં ખાદ્યપદાર્થો પહોંચાડે છે, તેના પર હવે સવાલ ઉઠયા છે. ફૂડ સેફ્ટી વિભાગે હૈદરાબાદના એક વિસ્તારમાં બ્લિંકિટના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન, ફૂડ સેફ્ટી વિભાગને જાણવા મળ્યું હતું કે વેરહાઉસમાં સલામતીના ઘણા પગલાંઓનું પાલન કરવામાં આવતું નથી. Blinkit એ ફૂડ એગ્રીગેટર પ્લેટફોર્મ Zomato ની કંપની છે.
ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન બ્લિંકિટમાં સેફટી પ્રોટોકોલનો અભાવ જોવા મળ્યો હતો. આ સાથે સ્થળ પરથી એક્સપાયર થયેલ ફૂડ મટિરિયલ પણ મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટી કમિશનરે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે, કામાક્ષી ફૂડ્સ લાયસન્સ હેઠળ ઉત્પાદિત વસ્તુઓની ડેડલાઇન પૂરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. સોજી, પીનટ બટર, લોટ, પોહા, ચણાનો લોટ અને બાજરી જપ્ત કરવામાં આવી છે. આ ઉત્પાદનોની કિંમત લગભગ 30,000 રૂપિયા છે.
વિભાગને એવી પણ શંકા છે કે રાગીનો લોટ અને 52,000 રૂપિયાની તુવેર દાળ જેવી અન્ય વસ્તુઓ પણ સંક્રમિત હતી. કમિશનરે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા અને નમૂનાઓને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. વધુમાં, વિભાગના અધિકારીઓએ જોયું કે કેમ્પસ ખૂબ જ અસ્વચ્છ હતું. આ ઉપરાંત સ્ટોરેજ રેક પણ ધૂળથી ભરેલી હતી.
બ્લિંકિટના પ્રવક્તાએ જણાવ્યું - અમે સલામતી અને સ્વચ્છતાના ધોરણોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે અમારા વેરહાઉસ પાર્ટનર્સ અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને સુધારાત્મક પગલાં અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યા છીએ. બ્લિંકિટ ઘણા ભારતીય શહેરોમાં કામ કરે છે. તે 10 મિનિટની અંદર ઓર્ડર પહોંચાડવા માટે પ્રખ્યાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech