અતીક-અશરફની હત્યા બાદ સુપ્રીમનો મોટો નિર્ણય, 2017થી અત્યાર સુધીના 183 એન્કાઉન્ટરની થશે તપાસ

  • April 18, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટ 24 એપ્રિલના રોજ અતીક અને અશરફ હત્યા ઉપરાંત વર્ષ 2017થી યુપીમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસની માંગ પર સુનાવણી કરશે. વિશાલ તિવારી નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે, અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવાની પણ માંગ કરી છે.


સુપ્રીમ કોર્ટ માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસની સુનાવણી 24 એપ્રિલના રોજ થશે. આ સાથે, સુપ્રીમ કોર્ટ યુપીમાં 2017 થી અત્યાર સુધીમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસની માંગ પર પણ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં, સુપ્રીમના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. કોર્ટ આ અરજી વિશાલ તિવારી નામના વકીલે દાખલ કરી છે.


આ સાથે પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે પણ હત્યાની સીબીઆઈ તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે કોર્ટમાં હત્યાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે. પ્રયાગરાજમાં ગત 15 તારીખના રોજ માફિયા ડોન ભાઈઓ અતીક અહેમદ અને શરફાની હત્યાએ સૌ કોઈને ચોકાવ્યા છે. મોડી રાત્રે કેલ્વિન હોસ્પિટલમાં લઈ જતી વખતે અતીક અને અશરફને ત્રણ હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી.

પ્રયાગરાજના પોલીસ કમિશનરે હત્યાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કર્યા બાદ સોમવારે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ડીજીપી આરકે વિશ્વર્માએ આ તપાસ ટીમની દેખરેખ માટે એડીજી ભાનુ ભાસ્કરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ પણ બનાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application