શિયાળુ સત્ર સમાપ્તિ બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે બન્ને ગૃહોમાં થયેલી કામગીરી વિશે આપી જાણકારી

  • December 22, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. આ છેલ્લું સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થયું હતું અને શુક્રવાર એટલે કે 22 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સંસદની સુરક્ષામાં ભંગ થયા બાદ વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો હતો. જેને કારણે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા સંસદનું શિયાળુ સત્ર ચર્ચામાં રહ્યું હતું.

સંસદના આ સત્રમાં લોકસભાની સાથે ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ હંગામો  મચી ગયો હતો. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખરની મિમિક્રીથી લઈને સભ્યોને સસ્પેન્ડ કરવાના સમગ્ર મામલે દેશમાં હોબાળો થયો હતો. જો કે, જગદીપ ધનખરે કહ્યું હતું કે, આ સત્ર ઉપયોગી રહ્યું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લોકસભા અને રાજ્યસભામાં મહિલા આરક્ષણ માટેના બિલ પસાર કરવાની પણ પ્રશંસા કરી હતી.

રાજ્યસભામાં 17 બિલ પાસ થયા

સંસદના શિયાળુ સત્રમાં લોકસભાએ કુલ 18 બિલ પાસ કર્યા અને રાજ્યસભાએ 17 બિલ પાસ કર્યા. મુખ્ય બિલોમાં ત્રણ ફોજદારી બિલ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) સાથે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (બીજો સુધારો) બિલ, ચૂંટણી કમિશનરોની નિમણૂક બિલ, ટેલિકોમ્યુનિકેશન બિલ, પોસ્ટ ઓફિસ બિલ, પ્રેસ અને સામયિક નોંધણી બિલ વગેરેનો સમાવેશ થાય છે.

"રાષ્ટ્ર નિર્માણમાં 2024 વિશેષ રહેશે"

સંસદ સત્રના સમાપન પરના નિવેદનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે, દરેકને મેરી ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, "મને ખાતરી છે કે માત્ર હું જ નહીં પરંતુ એવા ઘણા લોકો છે જેઓ આશાવાદી છે કે 2024 સમગ્ર રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે. આ સાથે ગૃહ પણ સકારાત્મક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application