કેનેડામાં અમદાવાદના યુવકના મૃત્યુ બાદ, મૃતદેહ ભારત લાવવા કરાયું ક્રાઉડ ફંડિગ, લોકોએ દાન કર્યા 26.37 લાખ 

  • July 26, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડામાં તાજેતરમાં ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્સિલ પટેલનું મૃત્યુ થયું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો છે. આ બાદ સ્થાનિક સમુદાયના સભ્યોએ તેના પાર્થિવ દેહને વતન મોકલવા માટે કેનેડિયન $42,564 (અંદાજે રૂ. 26.37 લાખ) એકત્ર કર્યા છે. વર્સિલ પટેલના કેનેડા સ્થિત પિતરાઈ અને કેટલાક મિત્રો દ્વારા શરૂ કરાયેલ ક્રાઉડફંડિંગ, કેનેડિયન $30,000 (રૂ. 18.61 લાખ) ના નિર્ધારિત લક્ષ્યાંકને વટાવી ગયું, કારણ કે 1,387 લોકોએ $10 થી $501 સુધીના દાન આપ્યા છે.


ગઈકાલે 'GoFundMe' વેબસાઇટ પર ક્રાઉડફંડિંગ બંધ કરવામાં આવ્યું અને વર્સિલના કઝીન રાજન પટેલે જણાવ્યું કે, "પરિવારને વર્સિલના અંતિમ દર્શન માટે મદદ કરનાર દરેકના આભારી છીએ. અત્યાર સુધીમાં, અમે કેનેડીયન $42,000 એકત્રિત કર્યા છે જેનો ઉપયોગ અંતિમ સંસ્કાર અને ભારતમાં તેના પાર્થિવ શરીરને ટ્રાન્સફર માટે કરવામાં આવશે અને બાકીની રકમ શક્ય તેટલી વહેલી તકે વર્સિલના પિતાના ખાતામાં જમા કરવામાં આવશે." 


વર્સિલનું 21 જુલાઈના રોજ બેરી, ઓન્ટારિયોમાં અવસાન થયું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો દર્શાવે છે કે દુર્ઘટના શહેરના દક્ષિણ છેડે લેગોટ એવન્યુ નજીક બની હતી જ્યારે વર્સિલ તેના સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોર તરફ જઈ રહ્યા હતા. તેને ટક્કર મારનાર 19 વર્ષીય કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. 
​​​​​​​

નેડાના બેરી નજીક સ્ટુડન્ટને એક્સિડન્ટ થયો હોય તેવી તાજેતરમાં આ બીજી ઘટના છે. થોડા મહિના અગાઉ બાંગ્લાદેશના એક સ્ટુડન્ટનું પણ રોડ એક્સિડન્ટમાં આવી જ રીતે મૃત્યુ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application