'નિર્ભયા કેસ' બાદ અક્ષય કુમારે 90 હજાર મહિલાઓને શીખવ્યું 'માર્શલ આર્ટ' !

  • January 02, 2023 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં, અક્ષય કુમારે 'કૌન બનેગા કરોડપતિ 14' માં ખુલાસો કર્યો હતો કે તેણે 'નિર્ભયા ઘટના' પછી ઘણી મહિલાઓને સુરક્ષિત રહેવાના માટે માર્શલ આર્ટસ શીખવ્યું છે.

બી-ટાઉનનો 'ખિલાડી' અક્ષય કુમાર KBC 14ના ફિનાલે વીકમાં પહોંચ્યો હતો. તેણે 9 વર્ષની ઉંમરે માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું હતું અને તે તાઈકવૉન્ડો, કરાટે અને મુઆય થાઈમાં નિપુણતા ધરાવે છે. આના આધારે અક્ષય કુમારે નક્કી કર્યું હતું કે તે મહિલાઓને સ્વ-સુરક્ષિત બનાવવા માટે તેમને માર્શલ આર્ટ શીખવશે.
​​​​​​​

અક્ષય કુમારે KBC 14માં જણાવ્યું કે જ્યારે 'નિર્ભયા ઘટના' બની, તેના એક વર્ષ પછી તેણે મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. અભિનેતાએ કહ્યું, “2012 માં નિર્ભયા કેસ પછી, મેં 2013 થી મહિલાઓને સેલ્ફ-ડિફેન્સ ક્લાસ આપવાનું શરૂ કર્યું. આજે હું મારા જીવનમાં જ્યાં પણ ઉભો છું, તેનું કારણ અભિનય નથી પરંતુ માર્શલ આર્ટ, અને શિસ્ત છે.

અક્ષય કુમારે અત્યાર સુધીમાં 90 હજાર મહિલાઓને સેલ્ફ પ્રોટેક્શન કે સેલ્ફ ડિફેન્સના ગુણો શીખવ્યા છે. અભિનેતાએ કહ્યું, "આ અભિયાનને 10 વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં અમે 90 હજાર મહિલાઓને માર્શલ આર્ટની મફત તાલીમ આપી છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application