મહુઆ મોઇત્રા કેસ બાદ લોકસભા પોર્ટલ માટે નિયમો બદલાશે, સાંસદો સિવાય કોઈ નહી કરી શકે લોગીન

  • November 23, 2023 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળુ સત્ર શરૂ થતા પહેલા નવા ફેરફારો કરવાનો નિર્ણય, લોગિન-પાસવર્ડ અને ઓટીપી શેર કરવા પર પ્રતિબંધ


તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગિન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. એટલે કે તેના અંગત મદદનીશ અથવા સેક્રેટરી હવે લોગીન કરી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે સાંસદો એકસાથે બેસીને તેમના પીએ અને સેક્રેટરીને લોગ ઈન કરાવી શકે છે, પરંતુ સાંસદોને લોગિન-પાસવર્ડ અને ઓટીપી શેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


તાજેતરમાં મહુઆ મોઇત્રા પર પૈસા અને ગિફ્ટ લેવાનો અને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર લોકસભાના ડિજિટલ સંસદ પોર્ટલનો લોગિન પાસવર્ડ એક મિત્ર સાથે શેર કરવાનો પણ આરોપ હતો, જે પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કરતો હતો. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાને તેના સત્તાવાર ઈમેલનો પાસવર્ડ અને લોગઈન કોઈ બહારની વ્યક્તિ સાથે શેર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુઆ મોઇત્રાના મામલા બાદ સંસદે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા નવા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ, સાંસદો તેમના સત્તાવાર મેઈલ અને લોકસભા પોર્ટલના લોગઈન-પાસવર્ડને તેમના અંગત સહાયકો અને સચિવો સાથે શેર કરી શકશે નહીં. જો કે, હજુ સુધી સચિવાલય દ્વારા આ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. લોકસભાના સાંસદો હવે તેમની સંસદીય બાબતો જાતે સંભાળશે.

ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મહુઆ મોઇત્રાએ તેમના બિઝનેસમેન મિત્ર દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી સાથે સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. મહુઆ પર લોકસભા પોર્ટલનો લોગિન પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કરવાનો આરોપ હતો. પોર્ટલ પર માત્ર હિરાનંદાની જ પ્રશ્નો પૂછતા હતા. મહુઆ મોઇત્રા પર મોંઘી ભેટ અને બદલામાં પૈસા લેવાનો પણ આરોપ છે. મહુઆએ એ પણ કબૂલ્યું કે તેણે લૉગિન-પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું કે તેણે જ પ્રશ્નો તૈયાર કર્યા હતા અને હિરાનંદાનીની ઑફિસમાંથી કોઈ વ્યક્તિ પ્રશ્ન પોર્ટલ પર પ્રશ્નો ટાઈપ કરીને અપડેટ કરતી હતી. તેણીએ કહ્યું કે તે પ્રશ્નો વાંચતી હતી ત્યારબાદ જ પ્રશ્નો અપલોડ કરવામાં આવતા હતા. મહુઆએ કહ્યું કે સમયની અછતને કારણે તેણે દર્શન હિરાનંદાની પાસે મદદ માંગી હતી જેથી કોઈ તેના પ્રશ્નો ટાઈપ કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application