સૌરાષ્ટ્ર પછી હવે કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો:સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ

  • July 20, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ: રાજ્યના 201 તાલુકામાં વરસાદ




સૌરાષ્ટ્રના અને તેમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ,અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોને તરબોળ કરી દીધા બાદ હવે વરસાદે ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ ધ્યાન આપ્યું હોય તેમ આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે અને આ સંદર્ભે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા આવતીકાલે બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.તારીખ 23 થી વરસાદનું જોર ઓછું થશે અને નવસારી વલસાડ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા જિલ્લામાં છુટા છવાયા મધ્યમથી ભારે જ ઝાપટા પડશે એવી ચેતવણી આપવામાં આવી છે.



દરમિયાનમાં આજે સવારે 24 કલાક દરમિયાન રાજ્યના 201 તાલુકામાં સામાન્યથી 14 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 12 અને વાપીમાં સાડા અગિયાર ઇંચ વરસાદ થયો છે. પારડીમા પણ આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના સોજીત્રા માં આઠ અને વલસાડ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના તારાપુરમાં પાંચ ઈંચ પાણી પડ્યું છે.આ ઉપરાંત ખેડા સાબરકાંઠા પંચમહાલ જિલ્લામાં પણ બે થી ત્રણ ઇંચ વરસાદ થયો છે.



બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેસર : આંધ્ર ઓરિસ્સામાં ભારે વરસાદનું એલર્ટ


બંગાળની ખાડીમાં ગઈકાલે નોર્થ વેસ્ટ દિશામાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયા પછી આજે તે લો પ્રેશરમાં તબદિલ થયું છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે આંધ્રપ્રદેશ અને ઓડિશાના વચ્ચેના દરિયા તરફ આગળ વધી રહી છે. આ બંને રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application