અસમંજસ પછી હવે કેજરીવાલે પુષ્ટિ કરી, મુંબઈમાં યોજાનારી 'I.N.D.I.A' બેઠકમાં ભાગ લેશે AAP

  • August 21, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોજાનારી I.N.D.I.A ની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે. AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વાતની પુષ્ટિ કરી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હા, અમે મુંબઈ જઈશું અને જે પણ રણનીતિ બનશે તેની જાણકારી આપવામાં આવશે.


આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે ઘણી બાબતો પર મતભેદ જોયા પછી, તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે શંકા હતી. હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ બેઠકમાં સીએમ કેજરીવાલ ભાગ લેવાના છે.


મુંબઈમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની ત્રીજી બેઠકમાં 26 થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. હાલમાં 26 પક્ષો જૂથનો ભાગ છે અને બે દિવસીય બેઠક દરમિયાન કેટલાક વધુ પક્ષો જોડાણમાં જોડાવા માટે તૈયાર છે. આ બેઠકમાં ગઠબંધનના લોગોનું અનાવરણ થવાની આશા છે.


આ ઉપરાંત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “ચૂંટણી પહેલા મેં બાહેંધરી આપી હતી કે હું તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરીશ, આજે હું તે કરી રહ્યો છું. હું જે કહું તે કરું છું. બાકીના લોકોને પણ નિયમિત કરવામાં આવશે. તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ દરેકને નિયમિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application