વોટ્સએપ બાદ અમેરિકાની આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલે એપ સ્ટોરમાંથી 2 વધુ એપ્સ હટાવી દીધી છે. એક દિવસ પહેલા જ અમેરિકન મીડિયાએ દાવો કર્યો હતો કે એપલે ચીનના એપ સ્ટોરમાંથી WhatsAppને હટાવવાનો નિર્ણય લીધો છે. ચીનના ટોચના ઈન્ટરનેટ નિયમનકારે કંપનીને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ચીનના એપ સ્ટોર્સમાંથી એપ્સને દૂર કરવા કહ્યું છે. આ પછી એપલના એપ સ્ટોર પરથી સિગ્નલ અને ટેલિગ્રામ એપ્સ હટાવી દેવામાં આવ્યા છે.
ચીનમાં જે iOS એપ્સ પર પ્રતિબંધ છે તેમાં મેટા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સામેલ છે. ચીનની સરકારે પહેલાથી જ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ અને વિકિપીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ચીનમાં Appleના એપ સ્ટોર પર સિગ્નલ અને ટેલિગ્રામ એપ્સ પણ ઉપલબ્ધ નહીં હોય.
ચીનનું ઉદ્યોગ અને આઈટી મંત્રાલય માહિતીના પ્રવાહ પર તેની પકડ મજબૂત કરી રહ્યું છે. આ નિર્ણય ઓનલાઈન કન્ટેન્ટને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. જે દેશી અને વિદેશી કંપનીઓને ચીનની સરકાર દ્વારા રાજકીય રીતે સંવેદનશીલ ગણાતી માહિતીની ઍક્સેસને પ્રતિબંધિત કરવા દબાણ કરે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ચીની સત્તાવાળાઓએ તમામ મોબાઈલ એપ ડેવલપર્સને માર્ચ 2024 સુધીમાં સરકારી નોંધણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરના ગાગા ગામે મહિલા ઉપર હુમલો: ચાર શખ્સો વિરુધ્ધ નોંધાવાતી ફરિયાદ
June 07, 2025 11:04 AMફિશિંગની મનાઈ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા સલાયાના શખ્સ સામે ગુનો
June 07, 2025 11:01 AMવડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા, એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો
June 07, 2025 11:00 AMપોરબંદર મનપાના અસહ્ય વેરાનો થઈ રહ્યો છે વિરોધ
June 07, 2025 10:58 AMખંભાળિયા નજીક રીક્ષા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
June 07, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech