મણીપુર બાદ રાજસ્થાન, ગર્ભવતી પત્નીની પતિએ ગામમાં કરાવી નગ્ન પરેડ, લોકો ઉતારતા રહ્યા વિડીયો

  • September 02, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મણીપુર જેવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગર્ભવતી મહિલાને કપડાં ઉતારી ગામમાં પરેડ કરવામાં આવી રહી છે. વીડિયોમાં મહિલાના કપડા ઉતારવામાં આવી રહ્યા છે. મહિલા રડતી જોવા મળી રહી છે.
​​​​​​​

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાને તેના પતિ અને પરિવારના સભ્યોએ નગ્ન કરીને માર માર્યો હતો. અહીં મામલો સામે આવ્યા બાદ પ્રતાપગઢ પોલીસે ગામમાં પહોંચી મામલાની નોંધ લીધી છે. વાસ્તવમાં આ મામલો પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડ શહેરના પહાડા ગામનો છે અને ચાર દિવસ જૂનો હોવાનું કહેવાય છે.

રિપોર્ટ્સ મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેણીને નજીકના ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવાયું હતું. મહિલા પણ સગર્ભા છે, તે ચાર દિવસ પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરિવારને આ વાતની જાણ થતાં પરિવારજનોએ મહિલાનો પીછો કરીને તેને પકડી લીધી હતી. આ પછી ગર્ભવતી મહિલાને ગામમાં લાવવામાં આવી. પતિએ મહિલાને ઢોર માર માર્યો હતો આ દરમિયાન મહિલાના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ આમાં સામેલ હતા. આ બાદ તેના પતિ દ્વારા તેણીને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application