મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં પણ થશે ચિત્તાઓનો વસવાટ

  • April 11, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવે પછી આવનારા ચિત્તાઓને મુકુન્દ્રા નેશનલ પાર્કમાં રાખવાની વ્યવસ્થા કરાઈ



ભારતમાં ૭૦ યર્ષ પછી ચિત્તાઓના વસવાટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અત્યાર સુધક્ષમાં વિદેશથી બે વખત ચિત્તાઓ લાવવામાં આવ્યા છે. તેમજ હજુ પણ લાવવાનું મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે તેના વસવાટને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેની વિચારણા કરવામાં આવી રહી છે કે હવે પછી આવનારા ચિત્તાઓને કયા સ્થળે રાખવા.



મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થાયવી થયેલા ચિત્તાઓને હવે રાજસ્થનામાં પણ રાખી શકાશે રાજસ્થાનના મુકુન્દ્રા નેશનલ પાર્કમાં ચિત્તાઓ ટૂંક સમયમાં સ્થાયી થઈ શકે છે. મુકુન્દ્રા નેશનલ પાર્કમાં ચિત્તાઓ વસાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેમજ હવે માત્ર કેન્દ્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.



૭૦ વર્ષ પછી ભારતમાં ચિત્તાઓનું પુન: આગમન થયું છે નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. કુનો નેશનલ પાર્કમાં હાલ ૨૩ ચિત્તા છે જેમાં ૪ બચ્ચા છે જો કે, કૂનો નેશનલ પાર્કમાં હાલમાં ૨૦ ચિત્તા રાખવાની ક્ષમતા છે.



મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વસવાટ બાદ ચિત્તાઓ માટે અન્ય જગ્યા તરીકે ગાંધી સાગર તથા રાજસ્થાન નક્કી કરવામાં આવ્યા છે. ગાંધીસાગરમાં હાલમાં કોઈ વ્યવસ્થા નથી ત્યાં વ્યવસ્થા કરવા માટે હજુ એક વર્ષનો સમય નીકળી જશે જયારે રાજસ્થાનના મુકુંન્દ્રા નેશનલ પાર્કમાં સંપૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી છે. ગયા મહિને ટાસ્ક ફોર્સની બેઠકમાં મુકુન્દ્રા હિલ્સ નેશનલ પાર્કને લઈને વિચારવિમર્શ કરવામાં આવ્યું હવે ભારત સરકાર દ્રારા નક્કી કરવામાં આવશે કે અહીં ચિત્તાઓ કયારે લાવવા.


મુકુન્દ્રા હિલ્સ રાજસ્થાનના ચાર જિલ્લા કોટા, ઝાલાવાડ, બુંદી અને ચિત્તોડગઢના લગભગ ૭૬૦ કિ.મી.માં ફેલાયેલ છે. આ ટાઈગર રિઝર્વમાં લગભગ ૪૭૭ ચોરસ કિ.મી.નો કોર અને ૩૫૨ ચોરસ કિ.મી.નો બફરઝોન છે. મુકુન્દ્રાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચિતલ, ચિંકારા, સાંભર અને જંગલી ચિત્તાના ખોરાક પણ પુરતી માત્રામાં મળી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application