11 વર્ષ બાદ અક્ષય હવે દેખાશે આ ભગવાનના કિરદારમાં, 'ઓહ માય ગોડ 2' ની રીલીઝ ડેટ આવી સામે

  • June 09, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઘણા સમયથી એવી શંકા હતી કે આ ફિલ્મ ઓટીટી પર આવશે કે થિયેટરોમાં, પણ હવે એ સ્પષ્ટ છે કે આ ફિલ્મ થિયેટરોમાં જ રીલીઝ થશે. અક્ષય કુમારે ફિલ્મની પોસ્ટ શેર કરી હતી જેમાં તે ભગવાન શિવના રોલમાં જોવા મળ્યો છે. આ સાથે જ અક્ષયે પોસ્ટ શેર કરતાં ફિલ્મની રિલીઝ ડેટ પણ શેર કરી છે.


ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ પછી, અક્ષય કુમાર તેની સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે દર્શકોનું મનોરંજન કરશે. પોસ્ટ શેર કરતી વખતે, અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું – આ રહે હૈ હમ, આયેગા આપ ભી, 11 ઓગસ્ટે થિયેટર્સમાં… પોસ્ટમાં અક્ષય કુમાર ભગવાન શિવના ગેટઅપમાં જોવા મળે છે.


ઓહ માય ગોડ 2 વિશે મીડિયામાં ઘણા સમાચાર આવી રહ્યા હતા, હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમારની પાછલી ફિલ્મોના ફ્લોપ અહેવાલોને જોતા, નિર્માતાઓ તેને સીધી OTT પર લાવશે, પરંતુ હવે આ પોસ્ટરથી સ્પષ્ટ છે કે અક્ષય કુમાર ફરી એકવાર સિનેમા હોલમાં જોવા મળવાનો છે.


ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ પણ ગીલ્મમાં મેઈન રોલમાં છે. અશ્વિન વર્દે, વાયાકોમ 18 અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત અમિત રાયે ફિલ્મનું નિર્દેશન કરાયું છે.


તાજેતરમાં, અક્ષય કુમારે ઓહ માય ગોડ 2 વિશે વાત કરી હતી અને તેને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેની પ્રખ્યાત અભિનય કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application