BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીમકાર્ડ લે-વેચ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

  • March 28, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીમકાર્ડ લે-વેચ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ


જિલ્લામાં ગુનાહિત માનસ ધરાવતા ઇસમોને બોગસ દસ્તાવેજ રજુ કરી સીમકાર્ડની ખરીદી કરી તેના ઉપયોગથી રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને જાહેર સલામતી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને સીમ સર્વિસ પ્રોવાઈડર અને ડિસ્ટ્રીબ્યુટર માટે કેટલાક આદેશો કરવામાં આવ્યાં છે. 


જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મમાં સુવાચ્ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મોબાઇલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ  આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે કસ્ટમર એકવીઝીશન ફોર્મમાં સ્થળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે. 


ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબર, ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને તેને સુરક્ષીત રીતે એક વર્ષ સુધી રાખવાનું રહેશે.


તારીખ, સર્વિસ પ્રોવાઇડરનું નામ, ઇસ્યુ કરવામાં આવેલ મોબાઇલ નંબર,  નંબર ધારકનું નામ, સરનામું, આધાર નંબર, મોબાઇલ નંબર ઇસ્યુ ડેટ, અલ્ટરનેટ નંબર, મોબાઇલ નંબર, શોપનું નામ, વિગત કોલમ સાથેના રજીસ્ટરો બનાવી મોબાઇલ દુકાનદાર/સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેજ નંબરો ઉપર સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે. રજીસ્ટરો જરૂર પડ્યે પોલીસ અધિકારી સમક્ષ રજુ કરવાના રહેશે, ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુપ્તતા જાળવવાની જવાબદારી મોબાઇલ દુકાનદાર/સંચાલકની રહેશે. આ જાહેરનામું તા.૨૪/૦૫/૨૦૨૬સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News