જૂનાગઢમાં પ્રાચીન સિક્કાઓના સંગ્રહાલયમાં વધુ ૧૨૧ સિક્કાઓનો ઉમેરો

  • July 19, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં મજેવડી દરવાજા ખાતે આવેલ પ્રાચીન સિક્કાઓના સંગ્રહાલયમાં  સોમવતી અમાસના  દિવસથી વધુ ૧૨૧ સિક્કાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજા રજવાડાઓના સમય ઉપરાંત  દેશી અને વિદેશી ચલણ તથા  નંદી, ત્રિશૂળ, હાથી સહિતની આકૃતિ વાળા સિક્કાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
​​​​​​​
પ્રવાસન નગરી જૂનાગઢમાં પ્રાચીનતમ સિક્કાઓની માહિતી મળે તે માટે  મજેવડી દરવાજા ખાતે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક સિક્કાઓના સંગ્રહાલયને શરૂ કરવામાં આવ્યું છે.જેમાં રાજા રજવાડાઓ તથા દસકાઓ જુના વિસરાઈ ગયેલા ને ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન સિક્કાઓ રાખવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં સોમવતી અમાસ  તેમજ દિવાસાના પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે આ પવિત્ર દિવસ નિમિત્તે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટના રામભાઈ સવાણી ના માર્ગદર્શન હેઠળ સંચાલક રાજેશભાઈ ટોપરાણી અને મિતેશ પાટીદાર ના નિર્દેશન હેઠળ સંગ્રહાલયમાં વધુ ૧૨૧ પ્રાચીન ઐતિહાસિક સિક્કાઓ નો વધારો કરવામાં આવ્યો છે. ૨૦૦૦વર્ષ જુના સિક્કાઓના નમૂના સાથે  ભારતીય ચલણી સિક્કાઓ,રાજા રજવાડાઓના સિક્કા ઉપરાંત સૌથી મોટા અને સૌથી નાના સિક્કાઓ પણ જોવા મળે છે. ઉપરાંત વિદેશી ચલણ અને વિદેશી નાણાંની પદ્ધતિ અને નિયમો  દર્શાવતા ચલચિત્રો પ્રદર્શિત કર્યા છે.  ધાર્મિક પ્રતિકૃતિ એવા  નંદી, ત્રિશુળ, હાથી વગેરેની આકૃતિઓ વાળા સિક્કાઓ વિશેષ રૂપે સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. વધુ નવા સિક્કાઓ ના પ્રદર્શનથી લોકોને પ્રાચીન અને ભારતીય સિક્કાઓની વધુ માહિતી મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application