દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું બિઝનેસ ગ્રુપ ડિજિટલ પેમેન્ટ્સ અને ઈ-કોમર્સ બિઝનેસમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રૂપ ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નેટવર્ક પર તેની પકડ મજબૂત કરવા માંગે છે. જૂથે તેના ડિજિટલ વ્યવસાયને વિસ્તારવાની યોજના બનાવી છે. અદાણી ગ્રુપ ટૂંક સમયમાં જ પબ્લિક ડિજિટલ પેમેન્ટ નેટવર્ક પર કામ કરવા માટે લાયસન્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યું છે.
આ સિવાય અદાણી ગ્રુપ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે ઘણી બેંકો સાથે પણ ચર્ચામાં છે. અદાણી ગ્રુપ સરકારી પ્લેટફોર્મ ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ (ONDC) દ્વારા ઓનલાઈન શોપિંગ ઓફર કરવા માટે ચર્ચામાં છે. અદાણી ગ્રુપ ‘અદાણી વન એપ’ દ્વારા તેના યુઝર્સને નવી સેવાઓ આપવાનું આયોજન કરી રહ્યું છે. આ એપ 2022ના અંતમાં લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં યુઝર્સ તેના દ્વારા ફ્લાઈટ્સ, હોટેલ બુકિંગ અને ટ્રાવેલ સર્વિસ બુક કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપનું આ પગલું ડિજિટલ બિઝનેસમાં વિવિધતા લાવવાનો પ્રયાસ છે. જેના કારણે ડિજિટલ પેમેન્ટ અને ઈ-કોમર્સના ઝડપથી વિકસતા ગ્રાહક બજારમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. હાલમાં, ભારતીય બજારમાં Google, PhonePe અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ પહેલેથી જ હાજર છે. અદાણી ગ્રૂપના પ્રવેશ સાથે તેમની સમસ્યાઓમાં વધારો થવાનું નિશ્ચિત છે. હાલમાં રિલાયન્સ અને ટાટાની સરખામણીએ કન્ઝ્યુમર પ્રોડક્ટ બિઝનેસમાં અદાણી ગ્રુપની પકડ નબળી છે. આ નિર્ણય સિમેન્ટ, એનર્જી અને પોર્ટ સેક્ટરમાં કામ કરતા અદાણી ગ્રૂપ માટે નવી શક્યતાઓના દરવાજા ખોલશે. તેમજ ભવિષ્યમાં દેશના ડિજિટલ પેમેન્ટ અને ઈ-કોમર્સ માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMઅમદાવાદના મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન
April 29, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech