BREAKING NEWS

દ્વારકાધીશના દર્શન કરતી અભિનેત્રી અનન્યા પાંડે

  • March 25, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશના દર્શન કરતી અભિનેત્રી અનન્યા પાંડે

​​​​​​​યાત્રાધામ દ્વારકામાં મંગળવારે જાણીતી અભિનેત્રી અનન્યા પંડ્યાએ પોતાના પરિવાર સાથે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચી કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં પ્રવેશતા જ તેમણે પરંપરાગત રીતરિવાજ મુજબ ભગવાનને શીશ નમાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મંદિરમાં ઉપસ્થિત ભક્તો માટે આ ક્ષણ ખાસ બની હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડેનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૯૮ ના રોજ થયો હતો એક ભારતીય અભિનેત્રી છે.

 જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા ચંકી પાંડેના ઘરે જન્મેલી , તેણીએ ૨૦૧૯માં રોમેન્ટિક કોમેડી  સ્ટુડન્ટ ઓફ ધ યર ૨ અને પતિ પત્ની ઔર વો માં ભૂમિકાઓ સાથે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ અભિનયથી તેણીને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો ૨૦૨૫ માં, તેણીને ફોર્બ્સ એશિયાની ૩૦ અંડર ૩૦ યાદીમાં સ્થાન મળ્યું. અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેયની પુત્રી છે અને ફિલ્મ જગતમાં યુવા પેઢીની લોકપ્રિય  કલાકાર છે.ભગવાન દ્વારકાધીશના દર્શન બાદ પાંડે પરિવારે દ્વારકા નજીક પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે જઈ ભગવાન શિવના દર્શન કર્યા અને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો દ્વારકા દર્શાનાર્થે આવેલા ભાવિકો તેમજ દ્રારકાવાસીઓ પોતાની ગમતી હિરોઈનને રૂબરૂ જોતા સેલ્ફી તેમજ તસ્વીરો પડાવવા પડાપડી થઈ હતી.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News