રાજકોટ ડેરી પાસેથી 173 કરોડ રૂપિયા વસૂલવા કાર્યવાહી, IT વિભાગની અપીલ પરત ખેંચવા ચેરમેન દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓને મળ્યા

  • September 24, 2023 02:50 PM 

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ પાસેથી ઇન્કમટેક્સ વિભાગે દંડની સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે. રાજકોટ ડેરી પાસેથી 173 કરોડ રૂપિયા વસૂલ કરવા માટે કાર્યવાહી. નોટબંધી સમયે રાજકોટ ડેરીએ એક જ દિવસમાં દૂધ વિતરકો પાસેથી 2-2 લાખથી વધુ રૂપિયાની રોકડની લેતી દેતી કરી હતી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 173 કરોડ રૂપિયા વસુલ કરવા નોટિસ ફટકારાઈ હતી. આ નોટિસના પગલે રાજકોટ ડેરીએ રજૂઆત કરી હતી. રાજકોટ ડેરીની રજૂઆતના પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરે,સહકારી સંસ્થાઓને આ રકમ ભરવાની થતી નથી તેઓ પરિપત્ર કર્યો હતો. નેશનલ ફેશલેશ અપીલ ઓથોરિટી એ ત્રણ લાખ રૂપિયાનો ડેરીને દંડ ભરવા ચુકાદો આપ્યો હતો. ચુકાદાના સામે ઇન્કમટેક્સ વિભાગે આઈ.ટી.ટીબ્યુનલમાં અપીલ કરી હતી.  ઇન્કમટેક્સ વિભાગ અપીલ પરત ખેંચવામાં આવે તે માટે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને મળ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application