એક્શનથી ભરપૂર 'જવાન'નું ટીઝર થયું રીલીઝ, કિંગ ખાનનો લૂક થયો વાઈરલ તો દીપિકાએ ફેન્સને આપી સરપ્રાઈઝ

  • July 10, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વિશે અત્યાર સુધી ઘણા અપડેટ્સ આવ્યા છે. તો હવે ફિલ્મનો પહેલો પ્રિવ્યુ પણ રીલીઝ કરવામાં આવ્યો છે.


શાહરૂખ ખાને હાલમાં જ જવાન વિશે માહિતી શેર કરી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતાં તેણે કહ્યું હતું કે જવાનનો પ્રિવ્યૂ સોમવારે રિલીઝ થશે. જવાનના પ્રીવ્યૂમાંથી શાહરૂખ ખાન સહિત ઘણા લીડિંગ સ્ટાર્સનો લુક સામે આવ્યો છે. જ્યારે કિંગ ખાન એક સૈનિકના રોલમાં જોવા મળે છે તો નયનતારા પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી. આ સિવાય વિજય સેતુપતિ પણ આ ફિલ્મનો એક ભાગ છે. સૌથી મોટી સરપ્રાઈઝ દીપિકા પાદુકોણ છે. જવાનને લઈને દીપિકા પાદુકોણનું નામ ક્યારેય સામે આવ્યું નથી, પરંતુ પ્રિવ્યૂમાં અભિનેત્રી જોરદાર લડતી જોવા મળે છે.


જવાન આ વર્ષની શાહરૂખ ખાનની બીજી ફિલ્મ છે. 2023 ની શરૂઆતમાં, અભિનેતા પઠાણમાં એક્શન રોલમાં જોવા મળ્યો હતો, જે બ્લોકબસ્ટર સાબિત થયો હતો. તો, હવે ચાહકો તેના જવાનની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ચર્ચા પહેલાથી જ થઈ રહી છે. આ દરમિયાન ફિલ્મનો પ્રિવ્યૂ પણ રિલીઝ થઈ ગયો છે.


જવાનના ટ્રેલર માટે શાહરૂખ ખાને કંઈક ખાસ પ્લાનિંગ કર્યું છે. અભિનેતાની ફિલ્મનું ટ્રેલર પહેલા સિનેમાઘરોમાં અને પછી ડિજિટલ રીતે રિલીઝ કરવામાં આવશે. જવાનનું ટ્રેલર હોલીવુડની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7 સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 12મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે એટલે કે જવાનનું ટ્રેલર પણ 12મી જુલાઈએ રિલીઝ થશે.


જવાનનું દિગ્દર્શન દક્ષિણના લોકપ્રિય નિર્દેશક એટલી કુમાર કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દક્ષિણ અભિનેત્રી નયનતારા અને દંગલ ફેમ ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જવાન હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application