પાડોશીને ઇજા પહોંચાડવાના ગુન્હામાં સતવારા પરિવારના પિતા પુત્રીનો નિર્દોષ છુટકારો

  • March 03, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા તાલુકાના જુના નાગના ગામના બે સતવારા પરિવારો વચ્ચેના ઝઘડામાં પાડોશીને લોખંડના પાઇપોથી ઇજા પહોંચાડનાર પિતા પુત્રીનો નિર્દોષ છુટકારો ફરમાવતા આ બનાવની હકીકત એવી છે કે, બેડી મરીન પોલીસ સ્ટેશનના ચોપડે નો:ધાયેલ ફરીયાદ મુજબ ગત તા. ૨૩-૩-૨૦૨૨ના સાંજના આશરે ચારેક વાગ્યે બાબુભાઇ ચૌહાણ ભુંડી ગાળો બોલતા હોય જેથી ફરીયાદી સવિતાબેન છગનભાઇ કણજારીયાએ બાબુભાઇને ગાળો બોલવાની ના પાડતા, બાબુભાઇએ કહેલ કે, અમારી અગાસીની પાળી તોડી નાખો છો અને અગાસીમાંથી કપડા ચોરી જાવ છો આ વખતે બાબુભાઇની પુત્રી આશાબેન બાબુભાઇ પણ પોતાના પિતાનું ઉપરાણું લઇ ફરીયાદી સવિતાબેન તથા તેમના પતિ છગનભાઇને પિતા પુત્રીએ ગાળો આપી લોખંડના પાઇપથી હુમલો કરેલ,જેથી સવિતાબેનને માથામાં ગંભીર ઇજા થતા, જી.જી. હોસ્પિટલમાં ત્રણ દિવસ માટે સારવાર લીધેલ, જેથી જી.જી. હોસિપટલમાંથી ફરિયાદી સવિતાબેને તેમના પાડોશી બાબુભાઇ ચૌહાણ તથા તેમની પુત્રી આશા વિરુદ્ધ પોલીસ ફરીયાદ આપેલ. 


આ કેસમાં આરોપીઓ વિરુદ્ધનો કેસ કોર્ટ સમક્ષ ચાલવા પર આવતા આરોપીઓના વકીલ દ્વાા કોર્ટ સમક્ષ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવેલ અને કોર્ટસમક્ષ એવી રજુઆત કરવામાં આવેલ કે, ફરીયાદી અને આરોપી પક્ષ બનાવ અગાઉથી એકબીજાના પાડોશી હોય, સ્વાભાવિક રીતે એકબીજાને ઓળખતા હોય તેમજ ભયંકર હથિયાર વડે જે ફરીયાદીને ઇજા કરેલ હોય જેથી તેઓ જી.જી. હોસિપટલમાં ત્રણ દિવસ અંદરના દર્દી તરીકે દાખલ રહેલ હોય જેને ફરીયાદ પક્ષે નિ:શંકપણે પુરવાર કરવુંજોઇએ અને પોતાના કેસને સમર્થન આપતો પુરાવો રજુ કરવો જોઇએ જે આ કિસ્સામાં પ્રોસીકયુશન પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે. વિગેરે જેવી રજુઆત ઘ્યાને લઇ આરોપીઓ બાબુભાઇ જાદવજીભાઇ ચૌહાણ તથા આશા બાબુભાઇ ચૌહાણને તેમના પાડોશી સવિતાબેન પરલોખંડના પાઇપ વડે હુમલો કરવાના કેસમાં અત્રેના જયુડી. મેજી. એસ.એમ. કામદાર દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

​​​​​​​આ કેસમાં આરોપીઓ તરફે વકીલ જયન ડી. ગણાત્રા રોકાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application