લગ્નના બે વર્ષમાં પરિણીતાને દુ:ખ ત્રાસના કેસમાં ૧૩ વર્ષ બાદ પતિ, સાસુનો છૂટકારો

  • October 18, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાને કરિયાવર માટે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાના ૧૩ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે પતિ, સાસુને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હત્પકમ કર્યેા છે. આ કેસની હકીકત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિજયભાઈ લાલભાઈ ચાવડા સાથે લાખના બંગલા નજીક મહાવીર નગરમાં રહેતી સોનલબેનના લ વર્ષ ૨૦૦૯માં થયા હતા, લજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. દરમિયાન દંપતી વચ્ચે તકરાર થતા બાદ સાસરિયા સભ્યો પતિ વિજય ચાવડા, સસરા ભાઈલાલભાઈ ચાવડા અને સાસુ અંજનાબેન ચાવડા દ્રારા દહેજ અંગે ત્રાસ આપી માર માર્યા અંગેની ફરિયાદ ૨૦૧૧ની સાલમાં દાખલ કરી હતી. તેમાં સાસરિયાને કોર્ટ દ્રારા સમન્સ થતાં સાસરીયાઓ સને ૨૦૧૨ની સાલમાં પોતાના વકીલ અંતાણી મારફતે અદાલતમાં હાજર થયેલા અને અદાલત દ્રારા લાગતા વળગતા સાહેદોની જુબાની નોંધવામાં આવી હતી, દરમિયાન ચાલુ કેસે સસરા ભાઈલાલભાઈનું અવસાન થતાં તેની સામે કેસ કાર્યવાહી પડતી મુકવામા આવી હતી, આ પછી કેસ દલીલ પર આવતાં આરોપીના વકીલ અંતાણીએ હાલનો કેસ સાબીત થતો નથી, તે બાબતે લંબાણપૂર્વકની દલીલો કરી હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઈ રાજકોટની ફોજદારી અદાલતે દહેજ કરિયાવર માટે ત્રાસ આપવાના ક્રી અત્યાચારના ગંભીર પ્રકારના ગુન્હામાંથી પતિ, સાસુને શંકાનો લાભ આપી છોડી મૂકવા હત્પકમ ફરમાવ્યો હતો.આ કેસમા સાસરિયા વતી લવિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી અને સમીમબેન કુરેશી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application