જામનગર: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી જેલ હવાલે કરાયો
ધ્રોલ પોલીસે કોર્ટ દ્વારા સજા ફરમાવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સજા વોરંટના આરોપીઓને શોધી પકડવાની ઝુંબેશ દરમિયાન ધ્રોલ પોલીસને સફળતા મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે રફીક હબીબભાઈ સામતાણી (ઉ.વ. ૩૬), રહે. ધ્રોલને ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે બે અલગ-અલગ ફોજદારી કેસોમાં કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવી હતી. એક કેસમાં ચાર માસની સાદી કેદ તથા બીજા કેસમાં એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી હતી. જોકે સજા હુકમ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી.
ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલ હવાલે કર્યો હતો.