એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ - મોરારિબાપુ

  • February 25, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

કાગધામ મજાદર ખાતે 'કાગ સન્માન' સાથે યોજાયો કાર્યક્રમ 'કાગને ફળિયે કાગની વાતું


કાગધામ મજાદર ખાતે 'કાગ સન્માન' સાથે કાર્યક્રમ 'કાગને ફળિયે કાગની વાતું...' યોજાયો, જેમાં મોરારિબાપુએ કવિ દુલા કાગ વિશે કરેલા ઉદબોધનમાં જણાવ્યું કે, એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ, જે ગુણો ભગત બાપુમાં હતા.


ગુરુવાર બપોર બાદ કાગધામ મજાદર ખાતે કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની પુણ્યતિથિ પર 'કાગ સન્માન' કાર્યક્રમમાં સ્વર્ગસ્થ નાગભાઈ લાખાભાઈ ખળેલ,  ઈશુભાઈ ગઢવી, શ્રી હરેશદાન જસુભાઈ સુરુ, નિલેશ પંડ્યા તથા ગજાદાન ચારણ સન્માનિત થયા હતા.


બપોરની બેઠક 'કાગને ફળિયે કાગની વાતું... ' કાર્યક્રમમાં મોરારિબાપુએ વાલ્મીકિ રામાયણના નામે ગવાતો શ્લોક રજૂ કરી એ શ્લોક મુજબ કવિ મનિષી, દૃષ્ટા, સાક્ષી, દ્રઢ વિવેકી અને વિદ્યા વિલાસી હોવો જોઈએ, જે ગુણો ભગત બાપુમાં હતા. 


મોરારિબાપુએ સન્માન કાર્યક્રમ વેળાએ કરેલા સંબોધનમાં સાધુતા વિશે કરેલી વાતમાં કુટસ્થ, તટસ્થ, મધ્યસ્થ અને સત્યસ્થ એમ ચાર સ્થિતિની વાતમાં સાધુ સત્યસ્થ હોવા પર ભાર મૂક્યો અને ચારણ સમાજ દ્વારા થયેલા સાહિત્ય સાથે સમાજ સેવાના કાર્યોનો ઉલ્લેખ હૈયાના અહોભાવ સાથે કર્યો. આ સાથે  ભગતબાપુ તથા સોનલમાઈ ના આશીર્વાદ સાથે સૌ સંસ્કાર જાળવણી માટે મંડ્યા રહેશો તેમ લાગણી જણાવી.


અહીંયા બપોરની બેઠકમાં બળવંતભાઈ જાનીની વિદ્વત સંચાલન પ્રણાલી સાથે જાણિતા લોકસાહિત્ય મર્મી યશવંત આનંદભા લાંબા તથા લખણશીભાઈ ગઢવીએ સાહિત્ય રસાસ્વાદ કરાવ્યો હતો. રાત્રે સન્માન કાર્યક્રમમાં બળવંતભાઈ જાની તથા અંબાદાન રોહડિયાના સંચાલન સાથેનો ઉપક્રમ યોજાયો. આ પ્રસંગે સન્માનિત સન્માનિત સાહિત્યકારોના પ્રતિભાવ સાથે  વસંતભાઈ ગઢવીએ પ્રાસંગિક હર્ષ વ્યક્ત કરેલ.


કાર્યક્રમ પ્રસંગે જયદેવભાઈ કાગે સૌને આવકાર્યા હતા.બાબુભાઈ કાગ અને પરિવારજનોએ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરી હતી.કાગ સ્મૃતિના આ સમારોહ પ્રસંગે 'કાગવાણી' માટે કલાકારોએ રમઝટ બોલાવી હતી. અહી સાહિત્યક્ષેત્રના મહાનુભાવો મર્મીઓ નિરંજન ભાઈ રાજ્યગુરૂ, છેલભાઈ વ્યાસ સાથે નામી અનામી જાણતલ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application