આકસ્મિક રીતે સગીરને સ્પર્શ કરવો એ POCSO હેઠળ જાતીય અપરાધ નથી: દિલ્હી હાઈકોર્ટ

  • November 07, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



‘સ્વતંત્ર સાક્ષી અથવા તબીબી પુરાવા ન હોય તેવા કેસમાં સગીરની જુબાની ઉત્તમ ગુણવત્તાની હોવી જરૂરી’




યૌન ઉત્પીડન સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પોક્સો એક્ટ પર મોટી વાત કહી છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ હેઠળ સગીરને આકસ્મિક રીતે સ્પર્શ કરવો એ જાતીય અપરાધ નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે સગીરને પેનીટ્રેટીવ સ્પર્શ અપરાધ તરીકે ગણી શકાય નહીં.


એક કેસ મુજબ તેના ટ્યુશનમાં ૬ વર્ષની છોકરીના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવા બદલ એક યુવકને હાઈ પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના જજ અમિત બંસલે આ મામલે સુનાવણી દરમિયાન  કહ્યું કે પોક્સો એક્ટ હેઠળ સ્પર્શ કરવો એ જાતીય ગુનાઓથી અલગ પ્રકારનો ગુનો છે.


વર્ષ ૨૦૨૦ માં, અદાલતે આરોપીઓને આઈપીસીની કલમ ૩૭૬ અને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેને પોક્સો એક્ટની કલમ ૧૦ હેઠળ ૫ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમજ ટ્રાયલ કોર્ટે આપેલો ૫૦૦૦ રૂપિયાનો દંડ યથાવત રાખ્યો હતો. હાઈકોર્ટે પણ એગ્રેવેટીડ અપરાધ માટે આરોપીની સજા અને દંડને યથાવત રાખ્યો છે.


હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપવા માટે કોઈ સ્વતંત્ર સાક્ષી અથવા તબીબી પુરાવા નથી. જો કોઈ સ્વતંત્ર સમર્થન વિના માત્ર સગીરની જુબાનીના આધારે દોષિત ઠેરવવા માટે, તેની જુબાની ઉત્તમ ગુણવત્તાની હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application