અમીન માર્ગ પર રાત્રીના ફોચ્ર્યુનર–ઇનોવા કાર વચ્ચે અકસ્માત: જાનહાની નહીં

  • February 17, 2023 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધડાકાભેર કાર સામસામે અથડાયા બાદ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા



શહેરના અમીન માર્ગ પર રાત્રિના ઇનોવા અને ફોચ્ર્યુનર કાર ધડાકાભેર સામ સામે ટકરાઈ હતી અકસ્માતના આ બનાવને પગલે અહીં લોકો ટોળે વળ્યા હતા. જોકે સદભાગ્યે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવના પગલે માલવીયાનગર પોલીસનો સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આ મામલે હાલ હજુ કોઇ કાર ચાલકે ફરિયાદ નોંધાવી નથી.





જાણવા મળતી વિગતો મુજબ શહેરના અમીન માર્ગ પર રાત્રિના ઇનોવા કાર નંબર જીજે૩ એચ.આર ૮૭૮૮ અને ફોચ્ર્યુન કાર નંબર જીજે ૧૪ એકે ૫૯૯૯ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને કારમાં આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. ધડાકાભેર કાર સામસામે અથડાતા અકસ્માતની આ ઘટનાના પગલે અહીં લોકો ટોળે વળ્યા હતા. જેની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ પણ તાકીદે બનાવ સ્થળે દોડી આવ્યો હતો. જોકે અકસ્માતની આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી. આ મામલે હજુ સુધી કોઈ કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application