સાથી હાથ બઢાના... કારવા બઢતા જાયેગા...અકસ્માત ઘટાડવા અભિયાન

  • March 04, 2023 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાગૃતિ મુહિમ: રાજકોટ શહેરમાં વાહન અકસ્માત, ફેટલના બનાવો અને એમાય ખાસ કરીને સવારના સમયે સ્કૂલે જતાં બાળકોના સવારે ૭થી ૮ વાગ્યા સુધીના સમયમાં વાહનધારકોએ પોતાના વ્હિકલની સ્પીડ લિમિટ ૩૦ સુધી રાખે તો અકસ્માતો ફેટલની દુર્ઘટનાઓ ઘટી શકે તેવા સારા આશય સાથે નેશનલ સિકયુરિટી ડેના રોજ રાજકોટના સાથ એવા સંગઠન નામની સંસ્થાના સભ્યો દ્રારા કાલાવાડ રોડ પર અકસ્માત નિવારવાની અપીલ સાથેના અલગ અલગ પ્લેકાર્ડસ સાથે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. સંસ્થાના પ્રમુખ કલ્પેશભાઈ દેસાઈના કહેવા મુજબ સવારે બાળકને કે સ્કુલવેન, વાહનને સ્કૂલે સમયસર પહોંચવામાં થોડી ઉતાવળ હોય છે માટે વાહનચાલકો પોતાની સ્પીડ લિમિટ રાખે તો સ્કૂલ સમયે થતા અકસ્માતો નિવારી શકાય. આ સંસ્થા દ્રારા અન્ય સોશિયલ એકિટવિટીમાં તાજેતરમાં પરશુરામ તળાવ સાફ સફાઈ કરાઈ હતી. જેલ મુકત થયેલા કેદીઓ ફરી ગુનાખોરીના માર્ગે ન વળે તે માટે કાઉન્સિલિંગ કરાયું હતું. અકસ્માત ઘટાડવાના આ અભિયાનમાં ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી. હવે સ્કૂલ–કોલેજોનો સાથ લઈ તથા તેમના કેમ્પસ નજીક પણ સંસ્થા અને વિધાર્થીઓ સ્ટાફ સાથે મળીને આવી રીતે અભિયાન ચાલુ રખાશેનું પણ જણાવ્યું હતું . ભાજપના મીડિયા કન્વીનર અરૂણ નિર્મળ, મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ સહિતના પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application